________________
કેવળી પ્રભુનો સાથ
૧૬ શ્રી શાંતિનાથ પ્રભુ! પૂર્વે કદી પ્રાપ્ત કરી નહોતી તેવી અપૂર્વ શાંતિ પ્રાપ્ત કરવામાં સહાયભૂત થનાર શ્રી શાંતિનાથ પ્રભુને કોટિ કોટિ વંદન હો. હે શાંતિદાતા પ્રભુ! મન, વચન તથા કાયા સાથે સ્વચ્છંદથી જોડાઇને અમારો આત્મા રાગદ્વેષની અનેક ઉઝ પરિણતિમાંથી પસાર થયો હતો, અને પરિણામે સંસારનું પરિભ્રમણ અનેક ગમે વધાર્યું હતું. તે પરિણતિમાંથી સર્વ સમર્થ સર્વજ્ઞ પ્રભુની અત્યુત્તમ કૃપાથી અમારો આત્મા વ્યાવૃત્ત થવા લાગ્યો છે. અનંતાનુબંધી કષાયો અને મિથ્યાત્વનો નાશ થતાં, અમારો માર્ગ સ્પષ્ટ થયો છે, ચોખ્ખો થયો છે, અને માર્ગની વિસ્તૃત તથા ઊંડી જાણકારી મેળવવા માટે અમારી અભિલાષા ઉપ્ત થઈ રહી છે. તે અભિલાષાની પૂર્ણતા માટે, આપ પ્રભુની કૃપાથી અમે વિશેષ સ્થિરતા મેળવવા મથી રહયા છીએ. - શ્રી ધર્મનાથ પ્રભુની કૃપાથી ધર્મ એટલે શું અને તેનું પાલન કઈ રીતે કરવું જોઇએ તેની કેટલીક સમજણ અમને મળી છે, એનું પાલન કરવામાં અમને જીવનનું સાર્થકપણું જણાયું છે. આ જાણકારી લઈને અમે અમારું આચરણ સુધારવા ઇચ્છીએ છીએ. શ્રી ધર્મનાથ પ્રભુના આશીર્વાદથી અમે વ્રતનિયમોનું આંશિક પાલન કરતા થયા છીએ, તેનાથી મળતી શાંતિ અમે માણી શકીએ છીએ. અમારાં મન, વચન તથા કાયાની આંશિક સોંપણી થતાં, જેટલી માત્રામાં સોંપણી થઈ છે તેટલી માત્રામાં વિપરિત ઉદયકાળની વચ્ચે પણ અમારો આત્મા શાંતિ અનુભવી શકે છે, આ અનુભવ મન, વચન તથા કાયાની આપને પૂર્ણતાએ સોંપણી કરવા અમને દોરી રહ્યો છે. મન, વચન તથા કાયા સાથેનું સ્વપણું છૂટતું જતું હોવાથી, આપની આજ્ઞાએ સર્વથા ચાલી શકવાની શક્યતા આવી છે. આપ વીતરાગ પ્રભુ એવા કરુણાસભર છો કે એક વખત અમારા જીવનના સંચાલનની દોરી તમને સોંપવામાં આવે તો અમારે જરાપણ તમારી આજ્ઞાબહાર જવાનો પ્રસંગ આવતો નથી, એટલું જ નહિ પણ કેટલાય અશુભ નવીન કર્મબંધનથી બચી જવાય છે, સાથે સાથે માર્ગનાં રહસ્યોની જાણકારી વિસ્તૃત તથા ઊંડાણભરી થતી જાય છે, પરિણામે “માર્ગાનુસારી કક્ષામાંથી માર્ગ પામેલા' ની કક્ષામાં અમારો આત્મા આગળ વધતો જાય છે.
પર