________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
ઇન્દ્રિયોથી છૂટા પડી શકીએ છીએ. જે સ્થિતિ ઉપશમ સમકિતમાં સંભવે છે. આપની આ કૃપા આપવા માટે આપને અમારા કોટિ કોટિ વંદન હો.
હે સુમતિનાથ વિભુ ! ઉપશમ સમકિત પ્રાપ્ત થવાથી, જાગૃત થવા માંડેલી અમારી સુમતિને તમે એવી વિકસાવો કે તમારી કૃપા થકી જ અમે બહિરાત્મપણું ત્યાગીને અંતરાત્મામાં મગ્ન થઈ જઈએ, અને “પરમાત્મસ્વરૂપ' પ્રાપ્ત કરવાનું અભયવચન મેળવી લઇએ. હે જિનદેવ! અમારી તમારા દર્શન કરવાની ઝંખનાને પોષણ આપી સફળ કરાવે તેવા ઉત્તમ ગુરુના યોગમાં વસવાની અમારી અભિલાષા સાકાર કરાવો. આપના તરફથી આવતી આ સર્વ કૃપા માટે આપને અત્યંત ભક્તિ સહિત વંદન હો.
શ્રી અભિનંદન પ્રભુના નિર્વાણ પછી નવલાખ કરોડ સાગર જેટલો કાળ વીત્યો ત્યારે શ્રી સુમતિનાથ પ્રભુએ ભરતક્ષેત્રમાં તીર્થ પ્રવર્તાવ્યું હતું. આમ બે તીર્થકર વચ્ચે ઘટતો જતો આંતરો સૂચવે છે કે આત્મશુદ્ધિના કાર્યમાં આગળ વધતો જીવ ક્રમે ક્રમે ઓછા કાળમાં વિકાસના પગથિયાં ચડતો જાય છે, કારણ કે પ્રાપ્ત થયેલા સગુરુના સાથથી જીવને ઘણી મદદ મળે છે.
૬ શ્રી પદ્મપ્રભુજી ! અહો શ્રી વીતરાગ દેવ! શ્રી સુમતિનાથ પ્રભુની કૃપાથી અમારી અવળે ગાડે જતી મતિ સવળી થઈને સન્માર્ગે આવતી ગઈ છે. આ સન્મતિના આધારે અમારો આત્મા દેહ તથા આત્માની ભિન્નતાને અમુક ક્ષણો સુધી માણી, આત્મસુખનો અનુભવ કરી શકે છે. આ પ્રસંગે હે પદ્મપ્રભુ સ્વામી! અમને એ સ્પષ્ટપણે સમજાતું નથી, કે આ સુખને વધારવા અમારે શું પુરુષાર્થ કરવો જોઈએ. વારંવાર આ અનુભવમાં સરકવા માટે અમારે શું કરવું જોઈએ? આપ પ્રભુ સમગ્ર કાળ માટે આત્મસુખમાં નિમગ્ન છો, ત્યારે અમે એ સુખની ક્ષણો મેળવવા માટે તલસીએ છીએ. તો આપના અને અમારા વચ્ચે રહેલા વિશાળ અંતરને તોડવા શું કરવું જોઈએ? આપશ્રી પરમાત્મસ્વરૂપે સ્થિતિ કરી, સ્વસ્વરૂપમાં રમમાણ બની, અનંત અવ્યાબાધ સુખને માણી રહયા છો, તેની
૧૧