________________
કેવળી પ્રભુનો સાથ
પત્રોનું વાંચન શરૂ કર્યું. એ શરૂ કરતી વખતે મેં નિર્ણય કર્યો હતો કે ઘરની ચાર દિવાલ સિવાય જાહેરમાં વાંચવાની પ્રવૃત્તિ કરવી નહિ, કેમકે તે માન તથા સંઘર્ષનું નિમિત્ત છે. બલ્ક, જે માર્ગે પૂ. કૃપાળુદેવ ચાલ્યા હતા, તે જ માર્ગે મારે પણ ચાલવું.
ક્યારેય પણ વાંચન વિશે જાહેરાત આદિ કરવાં નહિ. જો કે અંતરંગથી આવો બોધ કરવાની મને ક્યારેય ઇચ્છા થઈ નહોતી, અને તે પણ નહિ. વળી, મને સમુહમાં બોલવાનો મહાવરો પણ ન હતો અને કૃપાળુદેવની ઇચ્છાનુસાર જ વર્તવાના ભાવ બળવાન હતા. તેથી વાંચન કરવા વિશે મેં ઘણા મહિના સુધી નકાર કર્યો હતો. પરંતુ
જ્યારે કૃપાળુદેવે મને વચન આપ્યું કે, “તેઓ મારાં વાંચન વખતે હાજર રહી સતત માર્ગદર્શન આપશે, કે જેથી હું સ્વછંદ કે માનભાવમાં જાઉં નહિ”, તે વચન મળ્યા પછી મેં મુમુક્ષુજનો સમક્ષ વાંચવાનું શરૂ કર્યું. એ વાંચન કરતી વખતે મનમાં એ ભાવ રમે છે કે, “આ વાંચન માટે બોધ લેવા માટે છે; જે બોધ મને કૃપાળુદેવ આપે છે તે મારે મોટેથી બોલવાનો છે. તેમાં મારે મારાપણું કરવાનું નથી. શ્રોતામાંથી જેને જેટલું ગ્રહણ કરવું હોય તે રહે. પણ કોઈ ખોટું ન રહે તેવી હે પ્રભુ! કૃપા રાખજો.”
આવા ભાવને કારણે કોણે શું રહ્યું, શું ન રહ્યું તે વિશે મને સતત નિસ્પૃહભાવ અનુભવાય છે. વળી વાંચન શરૂ કરતાં પહેલાં દરેક વખતે પ્રભુને પ્રાર્થ છું કે, “પ્રભુ! મને યોગ્ય માર્ગદર્શન આપી, માર્ગનાં રહસ્યો ખોલી મને યોગ્ય બોધ આપજો. આ સાંભળી કોઈ અશુભભાવમાં ન જાય તેવી કૃપા કરજો. મેં પૂર્વકાળમાં કોઈ પણ શ્રોતા સાથે અશુભભાવ બાંધ્યા હોય તો તેની પશ્ચાતાપ કરી ક્ષમા માંગું છું, અને તે વાંચનકાળ દરમ્યાન ઉદયમાં ન આવતાં ક્ષીણ થઈ જાય એવી કૃપા માંગું છું.” આ ભાવની પ્રાર્થના આજ દિન પર્યંત ચાલુ છે અને તેનું સલ્ફળ પણ અનુભવાય છે.
આ રાહે વાંચન કરતાં કરતાં ઇ.સ.૧૯૭૭ના પર્યુષણ આવ્યા. પર્યુષણમાં ક્યો વિષય લેવો? તે માટે પ્રભુને ખૂબ પ્રાર્થના કરી. તેમના તરફથી “કલ્યાણમંદિર સ્તોત્ર” લેવાનું સૂચન થયું. આ અનુભવના આધારે પ્રત્યેક પર્યુષણ વખતે પ્રભુ જણાવે તે જ વિષય લેવો, કંઈ જ સ્વચ્છેદે નક્કી કરવું નહિ એવો મેં નિર્ણય લીધો. અને વરસોવરસ | વિષયો મળતા ગયા; કાર્ય થતું ગયું. ઇ.સ.૧૯૯૬માં “સમકિતનો મહિમા' નામે વિષય
XXii