________________
કેવળી પ્રભુનો સાથ
આટલાં વર્ષોનાં આરાધનથી એ સ્પષ્ટતાએ સમજાયું છે કે પ્રભુને હૃદયપૂર્વક પ્રાર્થના કરવાથી કેવું સુંદર ફળ મળે છે. એ અનુભવનું મહાભ્ય તો અલૌકિક જ છે. વળી, પ્રત્યેક આધ્યાત્મિક ગ્રંથરચના માટે સર્જક મહાપુરુષોને વંદન કરી, વિનાવિને ગ્રંથ પૂરો થાય એવી પ્રાર્થના કરે, એવી પ્રણાલી આપણે ત્યાં પરાપૂર્વથી ચાલી આવે છે. આ રીત અનુસાર આરંભમાં કલ્યાણમાર્ગમાં આપણને આગળ વધારે તેવી વિનંતિ વાળી ચોવીશે તીર્થકર પ્રભુને પ્રાર્થનાઓ કરી છે. સાથે સાથે તેમાં આખો મોક્ષમાર્ગ સંક્ષેપમાં ગૂંથી લેવાનો પ્રયત્ન પણ કર્યો છે. તેમાં મોક્ષ સુધી પહોંચાડવાની પ્રાર્થના પ્રત્યેક પ્રભુને થયેલી છે.
મોક્ષને સિધ્ધ કરવાની ભાવના ત્યારે જ સિધ્ધ થાય કે જ્યારે જીવ તેનાં પાયારૂપ સમકિતને સમજે, આરાધે અને પ્રાપ્ત કરે. અવર્ણનીય કલ્યાણમૂર્તિ સમકિતને મેળવવા, સંસારની માયાજાળથી છૂટવા જીવે કેટલાં અને કેવાં પરાક્રમ કરવાં જરૂરી છે તેની જાણકારી, જે પ્રભુકૃપાથી અનુભવાઈ છે તે “સમ્યકત્વ પરાક્રમ” નામના બીજા પ્રકરણમાં આપી છે.
સમ્યકત્વ મેળવવામાં અને આત્માનું શુદ્ધિકરણ કરવામાં આડા આવતાં, વિદનરૂપ થતાં કર્મોની જાણકારી, અને તે વિપ્નમય કર્મોથી ત્વરાથી છૂટવાના ઉપાય વિશેની પ્રભુદષ્ટ વિચારણા ત્રીજા પ્રકરણ “અષ્ટ કર્મ”માં કરી છે. તેમાં આઠ મુખ્ય કર્મો, તેની ૧૫૮ ઉત્તર પ્રવૃતિઓ અને તેના વિસ્તારમાં અનંત કર્મો કેવી રીતે બંધાય છે તેની સમજણ આપવાનો પ્રયત્ન શ્રી પ્રભુનાં માર્ગદર્શનથી ચોથા “અઢાર પાપસ્થાનક નામનાં પ્રકરણમાં કર્યો છે. જે જીવને છૂટવું છે, સંસારનાં બંધનોથી મુક્ત થવું છે તેણે આ સમજણનો ઉપયોગ કરવાનો છે. અને તે સમજણની સહાય લઈ, પુરુષાર્થ કરી મોક્ષમાર્ગમાં આગળ ને આગળ વધવાનું છે.
મોક્ષમાર્ગમાં આગળ વધવા માટે પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ કેવી રીતે ઉપયોગી થાય છે, તે સર્વના આશ્રયે પુરુષાર્થ કરવાથી આત્માનો દબાયેલો અપૂર્વ સ્વભાવ કેવી રીતે પ્રગટ થાય છે, અને આવો સ્વભાવ પ્રગટ કરવામાં શ્રી પંચપરમેષ્ટિ
xxiv