________________
અઢાર પાપસ્થાનક
ત્રીજું ચોરી પાપDાનક અંતરાય કર્મ બંધાવે – અચૌર્ય મહાવ્રતનું પાલન જરૂરી. ચોથું મૈથુન પાપસ્થાનક દર્શનમોહ વધારે – બ્રહ્મચર્ય મહાવ્રતનું પાલન અવશ્ય. પાંચમું પરિગ્રહ પાપસ્થાનક ચારિત્રમોહ ઘડે – અપરિગ્રહ વ્રત અનિવાર્ય. છઠું ક્રોધ પાપસ્થાનક ચારિત્રમોહ કરાવે. સાતમું માન પાપસ્થાનક ચારિત્રમોહ કરાવે. આઠમું માયા પાપસ્થાનક ચારિત્રમોહ કરાવે. નવમું લોભ પાપસ્થાનક ચારિત્રમોહ કરાવે.
ચારિત્રમોહ વધારનાર આ ચાર મુખ્ય કષાયો છે. તેની નિવૃત્તિ કરવી જીવને માટે ઘણી કઠણ થાય છે કારણ કે જીવ અનાદિકાળથી આ ચારે કષાયોથી બરાબર વીંટળાયેલો છે. તેથી તેના સિવાયની સ્થિતિની કલ્પના સરખી પણ તેને શરૂમાં હોતી નથી. જીવને આ બધા કષાયોના કરતુતની સમજણ વિસ્તારથી મળે, અને એક એક કષાય કેટલી હદ સુધી જીવને ત્રાસ આપી શકે છે તેની ફોડ પડે તો જ જીવ તેનાથી છૂટવા તૈયાર થાય, આવા આશયથી ચારે કષાયને સ્વતંત્ર પાપસ્થાનક તરીકે ગણાવી પ્રભુએ તેનું મહત્ત્વ બતાવ્યું છે.
દશમું પાપસ્થાનક રાગ ચારિત્રમોહ સૂચવે છે. લોભ અને માયા કષાયનું મિશ્રણ એટલે રાગ. રાગ જીવનમાં કેવો તરખાટ મચાવે છે એ સમજાવવા આ પાપસ્થાનકની રચના થઈ છે.
અગ્યારમું ‘ષ પાપસ્થાનક પણ ચારિત્રમોહ માટે છે. ક્રોધ અને માન કષાયનું મિશ્રણ એટલે દ્વેષ. જ્યાં રાગ હોય ત્યાં પ્રગટ કે અપ્રગટ સ્વરૂપે દ્વેષ રહેલો હોય છે, અને દ્વેષ કેવી અંધાધૂંધી ફેલાવી શકે છે તેની જાણકારી આ પાપસ્થાનકને સમજવાથી આવે છે.
બારમું કલહ પાપસ્થાનક ઉગ્ર ચારિત્રમોહનું સ્વરૂપ જણાવે છે. ક્રોધ અને માનના મિશ્રણમાં ક્રોધની માત્રા વધે છે અને વેરભાવ પ્રગટરૂપ ધારણ કરે છે ત્યારે જીવ કલહ પાપસ્થાનનો સ્પર્શ પામે છે.
૩૩૫