________________
કેવળી પ્રભુનો સાથ
દર્શનમાં ભૂલ થવાથી જ્ઞાનમાં ભૂલ થાય છે. જેવા રસથી જ્ઞાનમાં ભૂલ થાય, તેવા પ્રકારનું આત્માનું વીર્ય સ્કુરાયમાન થાય, તે પ્રમાણે જીવ નવાં પરમાણુઓ ગ્રહણ કરે અને તે પ્રકારે નવો બંધ થાય. તેવો જ વિપાક ઉદય આવે.
કોઈને અંધારામાં ન દેખાય તો તે એકાંત દર્શનાવરણીય કર્મ ન કહેવાય, પણ મંદ દર્શનાવરણીય કહેવાય. તમસનું નિમિત્ત અને તેજસનો અભાવ. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ ક્રોડાક્રોડી સાગરોપમની હોય છે, અને જઘન્ય સ્થિતિ અંતમુહૂર્ત કાળની છે.
પોતાની ઇચ્છાઓ પોષવા જીવ જે પ્રવૃત્તિ કરે છે, તેમાં જે એક થી ચાર ઇન્દ્રિય જીવોની અર્થાત્ જે અસંજ્ઞી જીવોની હિંસા થાય છે, તે હિંસાના કારણથી મુખ્યતાએ દર્શનાવરણ કર્મ બંધાય છે, આ કર્મ ઉપશમભાવે હોઈ શકતું નથી, ક્ષયોપશમ ભાવે જ હોય છે.
વેદનીય કર્મ વેદનીય કર્મ બે પ્રકારે છે. શાતા વેદનીય (૧૫) અને અશાતા વેદનીય (૧૬). શાતાવેદનીય કર્મના ઉદયથી જીવ સુખનો અનુભવ કરે છે અને અશાતા વેદનીય કર્મના ઉદયથી જીવ દુઃખનો અનુભવ કરે છે. વેદનીય કર્મથી અનુભવાતી શાતા કે અશાતા દુન્યવી સુવિધા કે અસુવિધાને કારણે સર્જાય છે. તેથી જ્ઞાનીઓએ આ સુખને તલવારની ધાર પર ચોપડેલા મધને ચાટવાથી થતા સુખ જેવું ગણાવ્યું છે.
આ સુખમાં પાંચ ઇન્દ્રિય અને મનથી અનુભવાતા પોલિક સુખોની ગણતરી કરવામાં આવી છે. શરીર તંદુરસ્ત હોય, હાલતાં ચાલતાં થાક ન લાગે, ઇન્દ્રિયના વિષયો ભોગવતી વખતે મનને સારું લાગે એ સર્વ શાતા વેદનીયનો ઉદય છે. સુખનો ખ્યાલ, ગતિ, સ્થાન, સંયોગના આધારે અલગ અલગ હોય છે. રાજાને રાજ્યના વૈભવમાં સુખ લાગે, ઝેરના કીડાને ઝેરમાં સુખ લાગે, વિષ્ટાના કીડાને વિષ્ટા મીઠી લાગે; ટૂંકામાં જીવની સુખની માન્યતા પ્રમાણે સુખ આપે, જે સાનુકૂળ સંજોગ તે શાતા વેદનીય.
૨૧૮