________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
અમારું મન ક્યાંય આડુંઅવળું ભટકે નહિ તે માટે, અમે ખૂબ ખૂબ તકેદારી રાખી હતી. અમે મનને આપની ભક્તિ, સ્મરણ આદિમાં રોકી રાખવા જોરદાર પુરુષાર્થ કરતા હતા, પરંતુ મને અમારા વશમાં ન રહેતાં, લાગ ગોતી દિવસે કે રાત્રે, વસ્તીમાં કે ઉજ્જડ વેરાનમાં પણ ભટકવા નીકળી પડતું હતું. આમ આડેધડ ભટકવાથી અમને સંસારવૃદ્ધિ સિવાય કંઈ જ મળ્યું નહીં, તેમ છતાં તે પોતાની ભટકવાની આદત છોડતું જ નહિ. તેથી તેને વશ કરવા, મુક્તિને મેળવવાના અભિલાષી બની અમે તપ આદર્યા, જ્ઞાન અને ધ્યાનના અભ્યાસમાં લીન રહેવા મથ્યા, તો તે વખતે મને એવું વિચિત્ર વર્તન કરવા માંડ્યું કે મુક્તિ તો દૂર રહી, પણ સંસાર વધી જાય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. શાસ્ત્રોના જાણકાર થઈને મનને વશ કરવા જતાં પણ તે વશમાં આવતું નહોતું. ચારે બાજુથી ભીડો લઈને એને દબાવવા જતાં તે સાપની જેમ વાંકુચુકુ થઈને છટકી જતું હતું, પણ સંયમમાં રહેતું નહતું. અને આવું સ્વછંદી મન, વચન અને કાયાને પણ સ્વચ્છંદી કરવામાં ઘણો અગત્યનો ભાગ ભજવતું હતું. આમ આ મન અમને ચારેબાજુથી પરેશાન જ કરતું રહ્યું હતું.
આરંભમાં અમને એમ હતું કે મનને વશ કરવું એ તો સાવ સહેલું હોવું જોઈએ; કારણ કે તેતો નપુંસકલિંગ વેદવાળું છે. તે બિચારું અમને શું કરી શકવાનું છે? પરંતુ અમને થતો અનુભવ તો તેનાથી સાવ વિપરિત રહ્યો. તે મન માટે ઊંડાણથી વિચારણા અને ખોજ કરતાં અમને જણાયું કે તેણે તો અનેક મોટા મોટા પુરુષોને હરાવી દીધાં છે. કંઈ કેટલાય મોટા મોટા પુરુષો મનને જીતી શક્યા નથી, બલ્લે તેઓ મનથી જીતાઈ ગયા છે. આવા વણનાથ્યા મનને નાથવાનો ઉપાય અમને આપો.
આવા અનાથ્યા મનને આપ સમર્થ પ્રભુએ નાથી લીધું છે! એક કલ્પનાનો જય કોટિ કલ્પ કરવો પણ દુર્લભ ગણાયો છે, તેવી કોટિ કલ્પનાઓ કલ્પના અનંતમા ભાગે આપે સમાવી દીધી છે. આવું આપનું અદ્ભુત સામર્થ્ય અમને આપના ચરણકમળમાં સતત વાસ કરવા પ્રેરણા આપ્યા કરે છે. તો હે વીતરાગ પ્રભુ! અમારા અનાચ્યા મનને તમે નાથી આપો, તમારો એ ઉપકાર અમે કદી નહિ વિસરીએ. આપના સાચા સામર્થ્યની અમને સહાય આપો.
પ૭