________________
ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ
તૈયાર નથી. આપને અમારા ગુરુપદે રાખ્યા પછી, એ સ્થાનમાં અમે બીજા કોઈને પણ, ક્યારેય સ્થાપવાના નથી. એમાં જ અમારી શોભા અને અમારું કલ્યાણ છે; એમ અમને સમજાય છે. ભૂતકાળમાં જ્યાં સુધી અમને સદ્ગુરુની પ્રાપ્તિ થઇ નહોતી, ત્યાં સુધી અમારું સંસાર પરિભ્રમણ અટકતું નહોતું. મહત્ પુણ્યના યોગથી સદ્ગુરુ મળ્યા પછી સમ્યક્ત્વ આવતાં અમારું પરિભ્રમણ પરિમિત થઈ ગયું; તે અનુભવથી અમને સદ્ગુરુનું અદ્ભુત મહાત્મ્ય સમજાયું હતું. સમર્થ ગુરુના આશ્રય નીચે આત્મ વિશુદ્ધિનું કાર્ય થયા જ કરે છે. તેમાં આપ જેવા સમર્થ પ્રભુનો ત્યાગ કરી અન્ય જીવનાં શરણે જવાની વૃત્તિ આવે તો અમારા જેવું કૃતઘ્ની કે દુર્ભાગી બીજું કોણ કહેવાય ? એવું કરવાથી મહા અપરાધી બની અમારે કેટલું ભટકવું પડે? અમારે આવા દુષિત માર્ગે જવું જ નથી. અમારે તો આપે કરેલા અનેકાનેક ઉપકારથી મળેલા લાભના વર્ણનરૂપ ગુણગાન કરી જીવનને આનંદમય કરવું છે. આપના ગુણગાન ગાઈ, હસતાં રમતાં અમારે અમારાં સર્વ કર્મ ખપાવી દેવાં છે, અને આપના સ્વરૂપમાં સમાઈ જવું છે. એ માટે વંદન કરી કૃપા માગીએ છીએ.
આ જગતમાં ઘણા જીવો ‘હું ધર્મ કરું છું’, ‘હું ધર્મ કરું છું' એવાં વચનો બોલતાં બોલતાં ફર્યા કરે છે. પરંતુ ધર્મનું સાચું રહસ્ય કે મર્મ તેઓ પામી શકતાં નથી. તેઓ માત્ર બાહ્ય દૃષ્ટિથી કે ઓઘદૃષ્ટિથી વર્તે છે, અને હારબંધ ધર્મક્રિયાઓ કરતા રહે છે. રહસ્ય કે મર્મભેદ જાણ્યા વિના ક્રિયા કરતાં કરતાં તેઓ શું કરે છે તથા શા માટે કરે છે તે પણ સમજતા નથી. સમજણ વિનાની પ્રવૃત્તિ ઉત્તમ કે યોગ્ય ફળ આપતી નથી, કારણ કે એ પ્રવૃત્તિ કરતાં કરતાં કેટલાયે અટિત દોષો થતા રહેવાથી કેટલાંયે નવાં કર્મનાં બંધન તેમને થતાં રહે છે, અને સંસાર ક્ષય થવાને બદલે વધતો જાય છે. અહો ધર્મનાથ સ્વામી! આપના હ્રદયપ્રવેશથી અમે સાચા ધર્મના રહસ્યો મેળવવાના અધિકારી થતા જઈએ છીએ, અને જેમ જેમ ધર્મનું ઊંડાણ અમને સમજાતું જાય છે તેમ તેમ નિશ્ચય થતો જાય છે કે અમને લાધેલા સાચા ધર્મશરણાને કારણે અમારા નવીન ઘાતિકર્મોના બંધન ઓછા થતા જવાના છે. આપનું અનન્ય શરણ મળવાથી, તમારા તરફથી અમને માર્ગદર્શન મળતું રહેવાનું છે કે કઈ રીતે વર્તવાથી કર્મક્ષય થાય, અને
૪૯