________________
સમ્યકત્વ પરાક્રમ
૨. નવીન બંધની સ્થિતિ એક એક અંતર્મુહૂર્તથી ઘટતી જાય છે. -
સ્થિતિબંધ પ્રસારણ. ૩. સમયે સમયે પ્રશસ્ત પ્રકૃતિનો અનુભાગબંધ અનંતગણો વધે. ૪. સમયે સમયે અપ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગબંધ અનંતમા ભાગે થાય.
આ પ્રમાણે ચાર આવશ્યક થાય છે. આ કરણમાં જીવને તેજસ, પદ્મ, કે શુક્લ લેગ્યા હોય છે, સાકાર ઉપયોગ (જ્ઞાનોપયોગ) હોય છે; તે જીવ સર્વ શુભ પ્રકૃતિ જ બાંધે, પણ અશુભ પ્રકૃતિનો બંધ કરે નહિ. અશુભ પ્રકૃતિનો અનુભાગ ચોઠાણિયો હોય તે બે છાણિયો કરે અને શુભ પ્રકૃતિનો બે ઠાણિયો હોય તે ચોઠાણિયો કરે. કર્મનો સ્થિતિબંધ ક્રમે ક્રમે ઘટાડતો જાય અને પ્રતિ સમય જીવની વિશુદ્ધિ ખૂબ વધતી જાય.
અપૂર્વકરણ – અધ:કરણ પછી અપૂર્વકરણ થાય છે. તેનો કાળ અધ:કરણ કાળના સંખ્યામાં ભાગ હોય છે. એમાં પહેલા અને પાછલાં સમયોના પરિણામ સમાન ન હોય, અપૂર્વ જ હોય, તે અપૂર્વકરણ છે. તે કરણમાં પરિણામ જેવા પ્રથમ સમયમાં હોય તેવા પરિણામ દ્વિતીયાદિ સમયમાં કોઈ પણ જીવને ન હોય, તે પરિણામ વધતાં જ હોય, તથા અધ:કરણવત્ જે જીવોને કરણનો પ્રથમ સમય જ હોય તે અનેક જીવોના પરિણામ પરસ્પર સમાન પણ હોય છે, તેમ અધિક હીન વિશુદ્ધતા સહિત પણ હોય છે. પણ એટલું વિશેષ છે કે પ્રથમ સમયની ઉત્કૃષ્ટતાથી દ્વિતીયાદિ સમયવાળાના જઘન્ય પરિણામ પણ અનંતગુણી વિશુદ્ધતા સહિત જ હોય છે. એ જ પ્રમાણે જેને કરણ માંડયે દ્વિતીયાદિ સમય થયા હોય, તેને તે સમયવાળાઓના પરિણામ સમાન વા અસમાન હોય છે, પરંતુ ઉપરના સમયવાળા પરિણામ તે સમયે સર્વથા સમાન હોય નહિ, અપૂર્વ જ હોય.
આ અપૂર્વકરણે પ્રતિસમયે અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનક હોય. તે પ્રતિસમયે છઠાણવડિયા હોય; પ્રત્યેક સમયે જીવની વિશુદ્ધિ અનંતગણી વધતી જાય, તે અપૂર્વકરણના છેલ્લા સમય સુધી રહે. આ અપૂર્વકરણને વિશે પ્રથમ
૧૦૩