________________
ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ
સ્થિર થઈ શકે એમ નથી. આ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અમારો આત્મા હળવા મને રહી શકે એમ નથી. અંદરમાંથી જ એવો વેગ આવ્યા કરે છે કે સંસારની કોઈ પણ પ્રવૃત્તિમાં મન લાગતું જ નથી, તેનાથી અળગું ને અળગું જ રહ્યા કરે છે. આ મન વિમળતા મેળવવાની રઢ સિવાય બીજે ક્યાંય જોડાઈ શકતું નથી. આત્મવૃત્તિમાં એકાકાર થવાની ભાવના સિવાયના બીજા સર્વ ભાવો પરાયા લાગે છે. પ્રવૃત્તિ તો બધી થયા કરે છે, પણ તેમાંથી મારાપણું નીકળી ગયું છે. અને “પૂર્ણ થવું છે, પૂર્ણ થવું છે, આત્મશુદ્ધિ વધારવી છે, આત્મશુદ્ધિ વધારવી છે” એ રટણ ચાલ્યા કરે છે. એ રટણમાં જ આનંદ અનુભવાય છે, અને એમાં જ આત્માને પોતાનાં જીવનનું સફળપણું વેદાય છે. આ આત્મા તે રટણમાં અને ભાવમાં વિશેષ વિશેષ એકાકાર થતો જાય છે.
અહો ! ભવભંજન વિભુ! આ રટનામાં થોડો કાળ અત્યંતપણે એકાગ્ર થતાં, કંઈક અદ્ભુત અનુભવ અમને પ્રાપ્ત થયો છે. આપના આશ્રયે રહી, કર્મ સામે લડવાથી અમારા કર્મોનો અનંતગમે સંહાર થયો છે, પરિણામે અમારા આત્માએ સિદ્ધિનું એક સોપાન સર કર્યું છે, જેના પ્રભાવથી અમને આપની આંતરદશાના અદ્ભુત દર્શન કરવાનું ૫૨મ સૌભાગ્ય મળ્યું છે.
અહો પવિત્રતાના પિંડ! અમે આપને આંતરચક્ષુની સહાયથી જોઈ લીધા છે. તમારા શુધ્ધ સ્વરૂપના સાક્ષાત્ દર્શન થયાં છે, અને તેનો અદ્ભુત તથા અલૌકિક મહિમા પણ સમજાયો છે. આપના દર્શનથી અમારા સર્વ મનોરથો સફળ થયા છે એવો તૃપ્તિનો ભાવ અમે અનુભવ્યો છે. આ દર્શનથી અમારાં દુઃખ અને દુર્ભાગ્ય નાશ પામતાં જાય છે, એટલું જ નહિ પણ સુખની સંપત્તિ સાથેનો અમારો મેળાપ વધતો જાય છે. અમને ખાતરી થઈ ગઈ છે કે હવે ભાવિમાં અમારે કોઈ દુર્ગતિ નથી. મહાબળવાન પરમાર્થના અંતરાયો આપના સાથથી ભસ્મીભૂત થતાં ગયાં છે, પરિણામે આત્માનું સહજ સુખ અનુભવવાની અને માણવાની પાત્રતા ખીલતી ગઈ છે. અર્થાત્ અમે ધારીએ ત્યારે તમારા દર્શન કરવા શાંત થઈ શકીએ એવી કેળવણી અમારા આત્માને મળવા લાગી છે, જે પરમ પરમ સુખનું કારણ છે. અમારો આત્મસંપત્તિ
૪૧