________________
ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ
આદિ પરપર્યાય રૂપે હોય છે. એમ એક જ આત્મામાં પ્રત્યેક ગુણનાં પ્રત્યેક પર્યાયમાં સ્વપર્યાયનું અસ્તિત્વ અને પરપર્યાયનું નાસ્તિત્વ હોય છે. આ રીતે અસ્તિત્વ તથા નાસ્તિત્વ એ બંનેના પર્યાયનું અસ્તિત્વ પ્રત્યેક પદાર્થમાં રહેલું છે, તે કારણે આત્મા પોતાનાં પર્યાયોનું અસ્તિત્વ જાણવા ઉપરાંત પોતામાં રહેલા પર પદાર્થના પર્યાયોના નાસ્તિત્વનું અસ્તિત્વ પણ જાણી શકે છે. બીજી રીતે કહીએ તો, પોતામાં કયા પદાર્થો અને તે પદાર્થોના પર્યાય નથી તે આત્મા જાણતો જાય છે. આમ તમામે તમામ પદાર્થ અને તેના પર્યાય આત્માએ પોતાનાં સ્વરૂપને પૂરેપુરું જાણવા માટે જાણવાં પડે છે, તે સિવાય તે પોતાનાં સ્વરૂપને યથાર્થ જાણી શકતો નથી.
एगं जाणइ से सव्वं जाणइ, सव्वं जाणइ, से एगं जाणइ ||
અર્થ: જે એકને જાણે તે સર્વને જાણે, જે સર્વને જાણે તે એકને જાણે. આ રીતે સ્વ તથા પરપર્યાયની હાનિવૃદ્ધિ પોતામાં છે, તેમ બીજા દ્રવ્યમાં પણ છે; તે જાતના સરખાપણાને લીધે જે પોતાને બરાબર જાણી શકે, તે તેની સાથે અન્ય સકળ દ્રવ્યને પણ બરાબર જાણે.
આવી સર્વજ્ઞપણાની શક્તિ આત્મામાં પ્રગટ થવાનું કારણ આત્માનો અગુરુલઘુ ગુણ છે. આ ગુણ યથાર્થતાએ વાણીને અગોચર છે, તેથી છદ્મસ્થ જીવનાં જ્ઞાનને પણ અગોચર હોય તો તેમાં નવાઈ શી? તેથી સમજાય છે કે કેવળજ્ઞાનને યથાતથ્ય જાણવા માટે તે દશા પ્રગટવી જોઇએ; તે દશા વિના કેવળજ્ઞાનને પૂર્ણપણે જાણવું અસંભવ જેવું છે.
શ્રી પારસનાથ જિન! તમે પારસમણિના રસ જેવું, બલ્ક તેનાથી પણ ઉત્તમ કાર્ય કર્યું છે. તમે જીવને શિવ બનાવ્યા છે, અર્થાતુ છદ્મસ્થને કેવળીપ્રભુ કરી તમારા સમાન જ્ઞાન, દર્શન અને ચારિત્રના ધારક બનાવ્યા છે, સાથે સાથે તેઓમાં અન્યને પણ કેવળી બનાવવાની શક્તિ તમે પ્રદાન કરી છે. પારસમણિ લોઢાને સુવર્ણ બનાવે છે એ સાચું, પણ તે સુવર્ણમાં અન્યને સુવર્ણ બનાવવાની શક્તિ પારસમણિ પૂરતો નથી. આ ઉપરાંત પારસમણિ તો જડ છે, ત્યારે તમે પ્રભુજી, આનંદના ઘનરૂપ અને પ્રસન્નતામય રસથી
૮૩