________________
પગ મૂકતા પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે,
એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે; માટે જંજાળ ટૂંકી કર
તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. જેને ઘેર આ દિવસ કલેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી,
સુખથી જશે, તેને ઘેર પવિત્રતાનો વાસ છે.
– શ્રીમદ્ રાજચંદ્ર પુષ્પમાળા. આંક ૨.