________________
અઢાર પાપસ્થાનક
ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ત્રણ પલ્યોપમની (ભોગભૂમિની અપેક્ષાએ) તથા કર્મભૂમિમાં એક કરોડ પૂર્વની હોય છે.
ચારે ઘાતી કર્મની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની હોય છે. સકષાયીને વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની, અકષાયીને બે સમયની હોય છે. નામ અને ગોત્ર કર્મની જઘન્ય સ્થિતિ આઠ આઠ મુહૂર્તની અને આયુષ્યની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્તની છે.
આઠે પ્રકારનાં કર્મબંધ થવાનાં કારણમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગની ગણના થાય છે. મિથ્યાત્વના ઉદયથી જીવ અતત્ત્વશ્રધ્ધાન કરે છે, તેથી સ્વપરનો ભેદ તે કરી શકતો નથી. મિથ્યાત્વના કારણથી જીવનું સમ્યકત્વ રોકાય છે. વીતરાગ પ્રભુની યથાર્થ વાણીનો વિનાશ કરવાથી, તેથી વિરુદ્ધ વાણીનો પ્રચાર કરવાથી, દેવદ્રવ્યાદિનું ભક્ષણ કરવાથી, જિનેશ્વર, મુનિ, ચૈત્યાદિનો વિનાશ કરવાથી, તેમની નિંદા કરવાથી મિથ્યાત્વ બંધાય છે. મિથ્યાત્વી જીવને બીજાં ચાર કારણો કર્મબંધ થવા માટે સતત હાજર હોય છે. જ્યાં સુધી મિથ્યાત્વ ન જાય કે ન દબાય ત્યાં સુધી બીજાં કારણોનો નાશ જીવ કરી શકતો નથી.
મિથ્યાત્વના મુખ્ય પાંચ પ્રકાર છે. અભિગૃહિત (પારકાના ઉપદેશથી ખોટા વિચાર કરી મિથ્યાત્વ બાંધવું), અનભિગૃહિત (વગર વિચારે ઉલટો મત બાંધવાથી આવતું), અભિનિવેશિક (મારી મચડી ખોટા અર્થ કરવા, દુરાગ્રહથી સ્વમતને વળગી રહેવું, સાચા દર્શનનો સ્વીકાર ન કરવો), સાંશયિક (માર્ગમાં શંકાકુશંકા કર્યા કરવી), અને અનાભોગિક (મૂઢ દશાને વશ કરી અજ્ઞાનમાં સબડવું). - મિથ્યાત્વનો નાશ થાય અર્થાતુ ક્ષાયિક સમકિત થાય અગર મિથ્યાત્વ દબાય – તે ઉદયમાં ન આવી શકે એવી સત્તા જીવને આવે જેથી ક્ષયોપશમ સમકિત થાય ત્યારે બાકીનાં કારણોનો નાશ અથવા મંદ કરવા જીવ શક્તિમાન થાય છે. જીવને જ્યારે સમ્યકત્વનો ઉદય થાય છે ત્યારે પોતે આચારમાં જે જે ભૂલ કરતો હોય તેની સમજણ આવવા માંડે છે. તેની સમજણને આધારે તે જીવ ભૂલોથી છૂટવા પ્રયત્નવાન થાય
૨૭૭