________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
પૂર્ણ વીતરાગતા કે પૂર્ણ કર્મરહિતપણું તો માત્ર મનુષ્ય દેહમાં જ મેળવી શકાય છે એ મનુષ્ય જીવનની મહતી દશા દેવોના રાજા ઈંદ્રને પણ પૂજનીય છે, તે સમજણ અમને હે વાસુપૂજ્ય સ્વામી! આપની કૃપાથી પ્રાપ્ત થઈ છે. અને તે સમજણને આધારે અમે અમારા મનુષ્ય જીવનને સફળ કરવા ઉત્સુક છીએ.
અમને મહદ્ મહદ્ પુણ્યના ઉદયથી સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યપણું, પાંચે ઇન્દ્રિયોની સુવિધા, સદ્ધર્મનું શ્રવણ, સદ્ધર્મની શ્રદ્ધા મળ્યાં છે, ત્યારે સાચો પુરુષાર્થ કરી આ મહામૂલા જન્મને અમે સાર્થક કરી લેવા ઇચ્છીએ છીએ. કોઈ એક ઇન્દ્રિયનો ઘાત પામી અને વિકાસ કરતાં અટકી જઈએ એવી સ્થિતિ અમારે ન આવે તેવી હે જિનરાજ! અમારા પર કૃપા કરજો, અમને દોષ કરતાં અટકાવી દેજો. અમારે તો અમારા ગુણો ખીલવતા જ જવા છે, જે ગુણોનો લાભ પામી અન્ય જીવો પણ અમારો નિર્મળ પ્રેમ અનુભવી શકે. અહો કલ્યાણમૂર્તિ! અમારી આ પુણ્યસિદ્ધિ અમે અનુભવીએ છીએ, પણ હવે આગળ વધતાં અટકવું જ નથી, પૂર્ણ વીતરાગ અવસ્થા અને નિર્વિકારી સ્થિતિ સુધી પ્રગતિ કરવી જ છે. આ માટે વર્તમાનના મનુષ્ય જન્મનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવો છે. હે પ્રભુ! આ માટે અમને ખૂબ સાથ આપો, વિમાર્ગે જતા રોકી અમારું રક્ષણ કરો. - હે જિન વીતરાગ! આપની કૃપાથી અમને સમજાય છે કે અમને સંસારમાં જે કંઈ સુખદુ:ખનું વદન થાય છે તે તો અમે અજ્ઞાનાવસ્થામાં બાંધેલા કર્મોના ફળરૂપે છે, પણ તટસ્થ રીતે નિશ્ચયથી જોતાં તો આત્મા આનંદસ્વરૂપ છે, અને તે આનંદ માણવામાં એકરૂપ થવું તે કર્તવ્ય છે. આ ક્ષણિક સુખદુ:ખથી પર બની અમારા આનંદ સ્વરૂપમાં લીન રહેવા અમે ક્યારે ભાગ્યશાળી થઈશું? અમારો આત્મા તો એકલો આવ્યો છે અને એકલો જવાનો છે, તો અન્યમાં તે લિપ્ત ન થાય તેવું એકત્વનું દઢત્વ ક્યારે આવશે? અમે કોઈના નથી, અન્ય કોઈ પદાર્થ અમારા નથી, ઋણાનુબંધ સહુ મળ્યા છે, ઋણ ચૂકવાઈ જતાં સહુ પોતાના પંથે ચાલ્યા જવાના છે, એવું અન્યત્વપણાનું સાકારપણું ક્યારે થશે? અહો હૃદયસ્વામી! મનુષ્ય જન્મની અમૂલ્યતા જાણ્યા પછી અને અનુભવ્યા પછીથી આત્મશુદ્ધિ વધારવામાં થતો વિલંબ અમારાથી
૩૯