________________
કેવળી પ્રભુનો સાથ
શ્રી મલ્લિ જિનેશ્વર! આપની કૃપાથી અમારો આત્મા વીર્ય પ્રગટાવતો જાય છે, તેથી અનુમાન કરી શકીએ છીએ કે, આપના આશ્રયથી અને અમારા વીર્યની ખીલવણીથી શેષ કર્મોનો ક્ષય કરવો સહેલો થતો જવાનો છે. આપ સમર્થ ભગવંતે જિનદીક્ષા ગ્રહણ કર્યા પછી, માત્ર બે જ પ્રહરમાં કેવળજ્ઞાન પ્રગટાવ્યું હતું, એ હકીકત તમારાં ખીલેલાં વીર્યની સાક્ષી આપે છે; અને અમને એવું ઉત્તમ વીર્ય ખીલવવા પ્રોત્સાહિત કરે છે.
અહો મલ્લિનાથ પ્રભુ! સર્વજ્ઞપણાની પ્રાપ્તિ કર્યા પહેલાં જે ક્રોધ, માન, માયા, લોભ આદિ તમારા સાથીદાર તરીકે, સેવક તરીકે રહી તમારી સેવા બજાવતા હતા, સંસારના આરંભકાળથી જે સતત તમારી સાથે જ રહ્યા હતા, તેમનો તમે શા માટે અનાદર કર્યો? અન્ય સંસારી જીવો પણ જેને આદરથી સાચવે છે, તેનો અનાદર તમે કેમ કર્યો? પ્રભુ! આપની કરુણાથી અમને સમજાતું ગયું છે કે તે સાથીદારો ગેરમાર્ગે દોરનારા હતા. તેનો સંગાથ કરવાથી જીવ આ સંસારમાં સતત દુ:ખનું વેદન કરતો હતો અને શાતાની છાયા પણ પામતો ન હતો. તે સહુનો સંગ છૂટી જવાથી આપનો આત્મા પરમ શાંતિપદને અનુભવતો થયો છે, તેની ઝાંખી અમને પણ એ ચારે કષાયને દબાવવાથી થઈ છે, તે પરથી અનુમાન કરી શકીએ છીએ કે ચારે કષાયને પૂર્ણતાએ ક્ષય કરીએ તો કેટલી શાંતિનું વેદન હોય ! આ ભાવની કલ્પના પણ ઘણી શાતા આપી જાય છે. ચાર કષાયનો પૂર્ણ ક્ષય થવાથી તમારું મૂળભૂત જ્ઞાનરૂપ તમને મળી ગયું, કે જે સ્વરૂપને ક્રોધ, માન, માયા અને લોભની ચોકડીએ આવિર લીધું હતુ. મૂળ ઉત્તમ જ્ઞાનસ્વરૂપ પ્રગટતાં અજ્ઞાનદશા શરમાઈને પલાયન થઈ ગઈ. સંસાર પરિભ્રમણના સમય દરમ્યાન નિદ્રા, સ્વપ્ન તથા જાગૃત એ ત્રણ અવસ્થામાં જીવ રહેતો હતો તેના બદલે ચોથી તુરિય અવસ્થા-ઉજાગર અવસ્થા આવી. (ઉજાગર અવસ્થા એટલે પૂર્ણ જાગૃત સ્વભાવમાં ૨મવારૂપ સ્થિતિ) આથી નિદ્રાદિ ત્રણે અવસ્થાથી આત્મા પર બન્યો. પરિણામે શુદ્ધ સમકિત સાથેનો તમારો સંબંધ ખૂબ ગાઢ થયો અને તમે મિથ્યામતિને આત્માના પ્રદેશો પરથી સાચો દેશવટો આપ્યો. આમ હે સર્વશ વીતરાગ! કેવળજ્ઞાન પહેલાંની અને પછીની અવસ્થા વચ્ચે રહેલું મહાઅંતર તમારી
૬૪