________________
અઢાર પાપસ્થાનક
પ સંઘાતન નામકર્મ – કર્મ પુદ્ગલોને એકઠા કરનાર ઔદારિક, વૈક્રિય,
આહારક, તેજસ અને કાર્યણ સંઘાતન કર્મ. ૬ સંઘયણ નામકર્મ હાડકાંની રચનાનાં છ પ્રકારઃ વજઋષભ નારાચ, ઋષભ
નારાચ, નારાચ, અર્ધ નારાચ, કીલિકા, અને સેવાર્ત (છેવટું). ૬ સંસ્થાન નામકર્મ – શરીર રચનાના પ્રકાર સમચતુરસ, ન્યગોધ પરિમંડલ,
સાદિ, કુન્જ, વામન અને હુંડક. ૫ વર્ણ નામકર્મ – શરીરના રંગ ૫ પ્રકારે: કૃષ્ણ, નીલ, લાલ, પીળો અને
શ્વેત. ગંધ નામકર્મ – સુરભિ તથા દુરભિ. રસ નામકર્મ – તિક્ત (કડવો), કટુ (તીખો), કષાયલો (તુરો), ખાટો તથા
મધુર. ૮ સ્પર્શ નામકર્મ – ગુરુ, લઘુ, કર્કશ, મૃદુ, રુક્ષ, સ્નિગ્ધ, શીત, ઊષ્ણ. ૪ આનુપૂર્વી નામકર્મ - નરકાનુપૂર્વી, દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી,
- તિર્યગાનુપૂવી. ૨ વિહાયોગતિ નામકર્મ – શુભ વિહાયોગતિ અને અશુભ વિહાયોગતિ. ૧ પરાઘાત નામકર્મ – સામા જીવને સદાય હરાવનાર, પોતે જીતનાર. ૧ ઉચ્છશ્વાસ નામકર્મ – શ્વાસોશ્વાસ સહેલાઇથી લઈ શકાય તેવું કર્મ. ૧ આતપ નામકર્મ – પોતે શીત હોવા છતાં સામાને ગરમી આપે. ૧ ઉદ્યોત નામકર્મ – જીવનું શરીર ચંદ્ર સમાન શીતળ અજવાળું કરે
(આગિયો). ૧ અગુરુલઘુ નામકર્મ – સમધારણ શરીર મળે. ૧ તીર્થકર નામકર્મ – ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તીર્થ પ્રવર્તાવે. ૧ નિર્માણ નામકર્મ – સર્વ અવયવોને યથાયોગ્ય સ્થાને ગોઠવાવે. ૧ ઉપઘાત નામકર્મ – પોતાના અવયવોથી પોતાને પીડા કરે. ઉદા. રસોળી,
ચોરદાંત.
૨૭૫