________________
કેવળી પ્રભુનો સાથ
દર્શનમોહની ત્રણ પ્રકૃતિ અને ચારિત્રમોહની અનંતાનુબંધી ચોકડીનો (કુલ સાત પ્રકૃતિનો) ક્ષયોપશમ થાય ત્યારે ક્ષયોપશમ સમકિત જીવ પામે છે. સર્વ સમર્થ પ્રભુની કૃપાથી અમને આ સમકિતની પ્રાપ્તિ થવાથી અમારા આત્મામાં ખૂબ આનંદ તથા ઠંડક (શીતળતા) વેદાય છે, એ કારણે ઉપકારબુદ્ધિ ગ્રહણ કરી આપને અમે વંદન કરીએ છીએ. સમકિત ગ્રહણ કરી જીવ ચોથા ગુણસ્થાને આવે છે અને માર્ગાનુસારી બને છે. તે પછીથી પોતાનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણી કરતાં કરતાં જીવ આત્મમાર્ગે પ્રગતિ કરે છે. દર્શનાવરણનો નાશ કરવાની અમુક વિધિ અમને શ્રી સુવિધિનાથ પ્રભુની કૃપાથી જાણવા મળી છે, અને અમે આપની કૃપાથી જ્ઞાનનાં આવરણો ક્ષીણ કરવાનો માર્ગ આત્મસાત કરવા માગીએ છીએ. પ્રભુજી! કૃપા કરી અમારી મહેચ્છા સફળ થાય તે મા અમને દોરતા રહો, કે જેથી અમારા આત્માનાં આનંદ તથા શીતળતા વર્ધમાન થતાં જાય.
જ્યાં સુધી જીવનાં સમ્યHજ્ઞાનને આવરણ વર્તે છે, ત્યાં સુધી તેનાથી સાચી દશા પકડી શકાતી નથી. પરિણામે મોહની અલ્પતા થવાથી જે કાંઈ અનુભવ તેને થયા હોય, જે આત્મદશા પ્રાપ્ત થઈ હોય તેની સાચી સમજણ કે કાર્ય તેની ઓળખમાં આવતાં નથી. તેથી થયેલા અનુભવનો આનંદ કે મોહની અલ્પતાથી પ્રગટ થતો સહજાનંદ જીવ યથાર્થ રીતે માણી શકતો નથી. પરિણામે તે લૌકિક અનુભવો કરતાં આત્માનુભવની ક્યા પ્રકાર તથા કઈ જગ્યાએ વિશેષતા રહેલી છે તે નક્કી કરી શકતો નથી, એટલું જ નહિ, પણ તેના અનુસંધાનમાં ઘણી વખત તે પ્રત્યક્ષ દેખાતા બાહ્ય લૌકિક સુખના શતાવેદનીયમાં અટવાઈ જાય છે. આમ થવાથી તેની આત્માર્થની પ્રગતિ રૂંધાય છે, જોઈતી ત્વરાથી તે વિકાસ કરી શકતો નથી. પોતાની સમજણ અસ્પષ્ટ હોવાના કારણે તે યથાર્થ વર્તન કરવાને બદલે, અનાદિકાળના અભ્યાસના જોરથી આત્મરંધક વર્તન કરી બેસે છે. અમને જાણ થઈ છે કે આ બધું જીવનાં જ્ઞાનાવરણને જ આભારી છે.
હે સર્વજ્ઞ વીતરાગ! અમારે આપની અમૂલ્ય કૃપાથી અમારાં જ્ઞાનાનાં આવરણો ક્ષીણ કરવાં છે; અમારી સમજણને વિશુદ્ધ કરતાં જવી છે, કે જેથી અમારી આત્માની
૨૬