________________
કેવળી પ્રભુનો સાથ
આત્મવિકાસનાં સોપાન એક પછી એક ચડવા માટેની સજ્જતા કેળવવાની શક્તિ શ્રી પ્રભુ પાસે આદ્રહ્રદયથી અને ભક્તિસભરતાથી માંગે છે.
શ્રી કેવળીપ્રભુના માર્ગમાં પ્રયાણ કરવા માટે સમ્યક્ત્વ પરાક્રમ તો કરવું જ પડે. સમ્યક્ત્વ પામ્યા વિના માર્ગ પ્રાપ્તિ થઈ શકતી નથી. તેથી બીજા પ્રકરણ “સમ્યક્ત્વ પરાક્રમ”માં લેખિકા એ વિશે પ્રકાશ પાડે છે. તેઓ લખે છે કે, “આત્માનાં શુદ્ધિ અને શાંતિ વધા૨વા સતત પ્રયત્નવાન રહેવામાં જીવ વીર્ય વાપરે છે ત્યાં તેનાં ખીલેલાં વીર્યનો સદુપયોગ થાય છે. અને જેમ જેમ તે મળેલાં વીર્યનો સદુપયોગ કરતો જાય છે, તેમ તેમ તેને સત્પુરુષો તરફથી વધારે ને વધારે શુભ વીર્યની ભેટ મળતી જાય છે, મળેલાં વીર્યનો સદુપયોગ કરવો તે સમ્યક્ત્વ છે; અને તે વીર્યને સન્માર્ગે વાપરીને ક્રમિક આત્મશુદ્ધિનાં પગથિયાં ચડતાં જવાં તે ‘સમ્યક્ત્વ પરાક્રમ’ કહી શકાય.” જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા પરાક્રમ કરવું પડે છે, તે માટે અનેક પ્રકારનાં વિઘ્નો પાર કરવાં પડે છે, સમ્યક્દર્શન મેળવ્યા પહેલાં જીવની દશા કેવી હોય છે તેનું હ્રદયસ્પર્શી તાદશ આલેખન લેખિકા કરે છે. સજાગ ન રહે તો સંજ્ઞી પંચેન્દ્રિયપણું પામ્યા પછી પણ જીવ અસંશીપણામાં ધકેલાઈ જાય છે, અને સાધુપુરુષોનો કલ્યાણભાવ પામતા જવાથી ફરીથી સંક્ષીપંચેન્દ્રિયપણું જીવ મેળવે છે. તે પછી સત્પુરુષોના અને સાધુપુરુષોના સમાગમને પામી સભ્યષ્ટિ મેળવી તેનું સતત વિશુદ્ધિકરણ કરવા તે પ્રેરાય છે. તે ચિત્રણ દ્વારા લેખિકા કર્મક્ષય કરવા માટે સદ્ગુરુના માર્ગદર્શનની મહત્તા સ્પષ્ટ સ્થાપે છે.
ત્યારબાદ લેખિકા સમ્યક્ત્વ પરાક્રમ કરવાનાં સોપાનની સૂક્ષ્મ સમજ સરળભાષામાં આપે છે. અને વર્તતી અંતરાયોને દૂર કરવામાં સદ્ગુરુ તથા પ્રભુનો સાથ કેવો ઉપયોગી છે તે તથા પૂર્વકૃત દોષોની ક્ષમા માંગવી કેટલી જરૂરી છે તેની સમજ આપે છે. સાથે સાથે ઘાતી અને અઘાતી કર્મોનો ક્ષય કરતા જઈ ચૌદમાં ગુણસ્થાને પહોંચવા માટે જીવે કઈ રીતે વિકાસ સાધવો તે તેમણે સમજાવ્યું છે. છટ્ઠા સાતમા ગુણસ્થાને વર્તતા મુનિઓએ કર્મક્ષય કરવા કેવા આચાર પાળવા તેનું વિવેચન “ઉત્તરાધ્યયન સૂત્ર”ના આધારે સરળ શૈલીમાં રજૂ કર્યું છે.
સમ્યક્ત્વ પરાક્રમનાં બધાં સોપાન સિધ્ધ કરવા માટે અષ્ટકર્મનો ક્ષય કરવો આવશ્યક છે. આત્મા પર વર્તતા વિભાવને કારણે કર્મનો જમાવ થાય છે, અને તેના મૂળ ગુણો પર આવરણ બંધાય છે. કર્મ એ સૂક્ષ્મ પુદ્ગલની બનેલી વર્ગણા છે. આવા કર્મથી લેપાયેલો
XXX