________________
આત્મવિકાસની યાત્રા
આત્મા “જીવ' તરીકે ઓળખાય છે. ત્રીજા પ્રકરણ “અષ્ટ કર્મ'માં લેખિકા કર્મબંધનાં મુખ્ય પાંચ કારણો – મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ – ની વ્યવસ્થિત સમજ આપે છે. કર્મનાં પ્રકાર, તેની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશબંધની વિસ્તારપૂર્વક સમજણ આપે છે. તે ઉપરાંત કર્મની અવસ્થા પ્રકૃતિ આદિ વિશે સામાન્ય જનને સમજાય તેવી સરળ શૈલીથી તેનું નિરૂપણ કર્યું છે.
જીવને આ સંસારમાં રખડાવનાર આઠે કર્મોની પેટા પ્રકૃતિ વર્ણવી, તે પ્રકારોમાં જીવ કેમ અટવાય છે તેનું દર્શન ચોથા પ્રકરણ “અઢાર પાપસ્થાનક”માં કરાવ્યું છે. આઠે પ્રકારનાં કર્મોથી મુક્ત થવા માટે જીવે અઢારે પાપસ્થાનકોનો ત્યાગ કેવી રીતે કરવો તે વિસ્તૃત રીતે સમજાવ્યું છે. અને તેમ કરવા માટે પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણની જરૂરિયાત પણ તેમણે બતાવી છે.
આ ગ્રંથનાં ચારે પ્રકરણની તર્કબધ્ધતા સમજવા જેવી છે. આત્મવિકાસની યાત્રાના પ્રારંભમાં જીવે ‘ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ કરવી, તેમના જેવા બનવા માટે “સમ્યકત્વ પરાક્રમ' કરવું, આ પરાક્રમની સિદ્ધિ કરવા “અષ્ટ કર્મનો નાશ કરવો અને તે કર્મોનો નાશ કરવા માટે ‘અઢાર પાપસ્થાનક'નો ત્યાગ કરવો એટલો જ જરૂરી છે.
સરયુબેનની કલમ વિશે લખવાની લાલચ હું રોકી શકતી નથી. તેમની શબ્દશૈલીમાં, તેમનાં આલેખનમાં ક્યાંય શબ્દાડંબર નથી. તેમાં છલકે છે માત્ર સાદગી, સરળતા, વિષયનું ઊંડાણ અને અભિવ્યક્તિમાં વાચકને તરબતર કરી દેવાનું કૌવત. આ બધાં કરતાં સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ લખે છે ત્યારે કોઈ ભારભડકમ વાતો નથી લખતાં, પણ તેઓ વ્યક્ત કરે છે, “આત્માનુભૂતિનો આનંદ' – આત્મવિકાસનાં સોપાન અને મોક્ષમાર્ગની ડગર પર ડગ માંડવા – યાત્રામાં જોડાવા આપણે કેવી પાત્રતા કેળવવી જોઇએ તેનો અંગુલિનિર્દેશ પણ કરે છે.
શ્રી કેવળીપ્રભુનો સાથ, ભાગ-૧'. જૈનદર્શનનાં ક્ષેત્રે સરયુબેનનું અનોખું પ્રદાન છે. લખાણમાં ક્યાંય કશી ભૂલચૂક થઈ હોય તો ક્ષમા યાચું છું.
ડો. કલા શાહ, એમ.એ., પી.એચ.ડી.
xxxi