________________
અઢાર પાપસ્થાનક
૬. પૂર્વક્રીડા – પૂર્વનાં ગૃહસ્થ જીવનમાં બ્રહ્મચારીએ ગમે તેવી રતિક્રીડા કે
શૃંગારચેષ્ટા કરી હોય તેની સ્મૃતિ પણ તેણે કરવી નહિ કારણ કે પૂર્વક્રિયાની
એ સ્મૃતિઓ બળવાન બની મુનિને વિકારદોષમાં ઘસડી જઈ શકે છે. ૭. પ્રણીત – બ્રહ્મચારીએ દૂધ, દહીં, ઘી આદિ ચિકાશવાળા પદાર્થો બહુધા ગ્રહણ
કરવા નહિ, કારણ કે એમ કરવાથી પ્રમાદ વધે છે, વીર્યની વૃદ્ધિ થાય છે, અને તેના પરિણામ રૂપે ઉન્માદ તથા કામની ઉત્પત્તિ થવાનો સંભવ વધી જાય છે.
તેથી લુખો અને અપૌષ્ટિક આહાર શુધ્ધાચારણ માટે મદદરૂપ થાય છે. ૮. અતિમાત્રાહાર – બ્રહ્મચારીએ પેટભરીને કે તેથી વિશેષ આહાર લેવો ન
જોઇએ. અતિ માત્રામાં આહાર કરવાથી આફરો ચડે છે અને વિકાર થવાની
સંભાવના ઘણી વધી જાય છે. ૯. વિભૂષણ – શરીરને સુંદર દેખાડવાના ઉપાયો ત્યક્તા ઘટે છે. સ્નાન,
વિલેપન, પુષ્પાદિનું ગ્રહણ આદિ ત્યાજ્ય છે. તેના થકી દેહનું આકર્ષણ તથા મમત્વ વધે છે, અને તેમાંથી વિકાર તરફ ક્યારે ઘસડાઈ જવાય છે તેનો ખ્યાલ પણ બહ્મચારીને કેટલીક વાર આવતો નથી.
અહીં પુરુષવેદનો નિષેધ થાય એ રીતે નિયમો બતાવ્યા છે, અને આ જ નિયમો સ્ત્રીવેદના નિષેધ માટે એટલા જ ઉપકારી છે. ટૂંકમાં જેણે બ્રહ્મચર્યની જાળવણી કરવી હોય તેણે આ નિયમોનો ગૂઢાર્થ સાથે અભ્યાસ કરી, નિયમ પાલનમાં એકાગ્ર બનવું જરૂરી છે. આ નિયમોનો જીવ સાચો અભ્યાસ કરે તો તે સહેલાઇથી સમજી શકે કે જેનાથી માનસિક, વાચિક કે કાયિક વિકાર ઉત્પન્ન થઈ શકે તેમ હોય તે સર્વથી દૂર રહેવાની સાવચેતી શ્રી પ્રભુએ આપી છે. વળી, આ વિકારથી મિથ્યાત્વ અપાતું હોવાથી આ વ્રતને શ્રી પ્રભુએ નિરપવાદરૂપે પાળવા યોગ્ય વ્રત કહ્યું છે. અન્ય સર્વ વ્રતોમાં નિસ્પૃહભાવથી અલિપ્ત રહી અપવાદ સેવી શકવાની શક્યતા છે, જેમકે અનિવાર્ય સંજોગમાં નદી પાર કરવી, વસ્ત્ર, પાત્રાદિ અતિ અલ્પ પરિગ્રહ ધારણ કરવો વગેરે વગેરે. તેથી અન્ય વ્રતોમાં મુનિ જે જે અપવાદ રાખી શકે તેની યાદી પણ પ્રભુએ
૩૨૭