________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
ગઢ અને મણિરત્નના કાંગરાવાળા સમવસરણની રચના આદિ દેવો કરે છે. આ સમવસરણમાં ચતુર્વિધ સંઘ તમારી દેશના સાંભળી આત્મમાર્ગે વિકાસ કરે છે. આવા અષ્ટપ્રતિહાર્ય સહિતના ૩૪ અતિશયો તે ઈન્દ્રો તથા દેવો આપની સેવામાં પ્રગટ કરે છે. ઉદા. ત. આપને ચામર ઢોળવા, આપની આગળ ધર્મધજા ચલાવવી, ત્રણ લોકનું આધિપત્ય જણાવનાર ત્રણ છત્રની રચના તમારા પર છાયા કરવા કરવી, આપના પ્રત્યેક પગલે સુવર્ણકમળની રચના કરવી વગેરે અતિશયોથી તમારા પ્રતિનો અત્યંત પૂજ્યભાવ વ્યક્ત કરવા આ ઈન્દ્ર દેવોની સહાયથી તમને નવાજે છે. આમ તમારા પ્રતિનો બળવાન પૂજ્યભાવ તેઓ પ્રેમપૂર્વક વ્યક્ત કરે છે.
પ્રભુજી! આપનો આ વૈભવ જોઇને, અને તેના પ્રતિનું તમારું વીતરાગપણું જોઈને અમને ખૂબ જ આનંદ આવે છે. અમારી વિચારણા સસ્પંથે જ રહેવા દઢ બને છે. જે દેવો આવી ઉત્તમ સંસારી શાતા માણે છે, તે દેવોને પણ પૂજનીય એવા તમારું સુખ કેવું ઉત્તમ હોવું જોઈએ એ સમજણ અમને અચરજ પમાડે છે. સમૃદ્ધિવાન દેવો આપને પ્રાપ્ત થયેલા વીતરાગપણાથી પ્રભાવિત થઈ આપને ખૂબ ભક્તિભાવથી વંદન કરે છે, એ પરથી અમને સમજાય છે કે વીતરાગપણું – જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતાથી આવતું નિસ્પૃહપણું દેવલોકનાં સુખ કરતાં ઘણું વધારે મૂલ્યવાન હોવું જોઈએ, તથા મેળવવામાં વિશેષ પરિશ્રમ લાગતો હોવો જોઇએ. આપે મેળવેલી અવસ્થા મહાપુણ્યવાનું દેવોને પણ સુલભ નથી, તેઓ પણ આપની વીતરાગી દશાના ઈચ્છુક બની તમારા પવિત્ર ચરણકમળની સેવા માગે છે, એ પરિસ્થિતિ અમને સમજાવે છે કે સર્વાર્થસિદ્ધ વિમાનના સુખો ભોગવવા કરતાં પણ મન, વચન, કાયાની એકતાથી નિષ્પન્ન થતું, આત્મામાંથી જ જન્મતું અનુભવ સુખ ઘણા ઊંચા પ્રકારનું છે, અને તે માટે વિશેષ પ્રકારનાં ઉત્તમ પુણ્યનો જથ્થો હોવો જરૂરી છે.
આ બધી વિચારણા પર એકાગ્ર થવાથી અમને માનવ જન્મની કૃતાર્થતા સાર્થકતા કયાં છે તે અને માનવદેહની અગત્ય જણાય છે. મનુષ્યપણાનું અનન્યપણું અમારી પાસે આકાર ધારણ કરે છે. ચારે ગતિમાં દુ:ખની બહુલતા વાળી નરક અને તિર્યંચ ગતિ અશુભ હોવાથી ઈચ્છવા યોગ્ય નથી. બાકીની મનુષ્ય અને દેવગતિમાંથી સામાન્ય
૩૭