________________
કેવળી પ્રભુનો સાથ
વધતા જતાં મારા જીવન સુધારવાની ભાવના પરિપાકરૂપે ઇ.સ. ૧૯૬૪-૬૫ના વર્ષમાં તેમનાં જીવન તથા કવનનો વ્યવસ્થિત અભ્યાસ કરવાનો યોગ સાંપડ્યો. આ બે વર્ષમાં એમનામય બની ખૂબ જ પુરુષાર્થ કરી ઈ.સ. ૧૯૬૫ના સપ્ટેમ્બર મહિનામાં “શ્રીમદ્ રાજચંદ્ર- એક અભ્યાસ” નામક મહાનિબંધ પૂરો કર્યો. આ કાળ દરમ્યાન ઘણાં આધ્યાત્મિક અનુભવો થયા, પ્રભુનો સાથ કેવો હોય તેનો પ્રત્યક્ષ પરિચય થયો, અને સાથે સાથે તેમની વર્તમાન દશાનો લક્ષ પણ આવ્યો, જે દશા મને ખૂબ અદ્ભુત અને આશ્ચર્યકારક લાગી હતી.
રાજપ્રભુનાં જીવન અને કવનના અભ્યાસકાળ દરમ્યાન મારી અંતરંગ સૂઝ વધતી ગઈ, ન સમજાય ત્યાં તેમના તરફથી યથાર્થ માર્ગદર્શન આવતું ગયું, સમજણની ગૂંચો તેનાથી ઉકેલાઈ જતી હતી, પરિણામે આત્મમાર્ગની દિશાસૂઝ વધતી ગઈ અને જીવનનું ધ્યેય શું હોવું જોઇએ, અને એ ધ્યેયને સફળ કરવા માટે અમૃતમાર્ગ
ક્યો હોઈ શકે તેની જાણકારી પણ આવવા લાગી. પરિણામે તેમના પ્રતિનાં મારા પ્રેમભાવ, પૂજ્યભાવ, અહોભાવ તથા આદરભાવ સતત વધતા ગયા, તેમની સાથેનું આત્મીયપણું સતત અનુભવવા લાગ્યું અને જીવન ભર્યું ભર્યું તથા સંતોષમય બની ગયું હોય તેવું વદન મને રહેવા લાગ્યું હતું.
આ રીતે તેમના પ્રતિના મારા પ્રેમભાવ તથા પૂજ્યભાવ સતત વધતા ગયા હોવાથી તેમના પ્રતિનું મારું આજ્ઞાધીનપણું સહજતાએ વધતું ગયું. તેમની ઇચ્છા પ્રમાણે જ, જેમાં મારું કલ્યાણ હોય એ જ રીતે વર્તવું છે તેવા નિર્ણયની દઢતા થતી ગઈ. તેનાં ફળરૂપે મને તે પછીનાં વર્ષોમાં તેમનાં વચનોનાં રહસ્યો આપોઆપ મળવા લાગ્યાં, જીવનની સુધારણા કેમ કરવી, સંસારી પ્રસંગોમાં તેઓ કેવી રીતે વ્યવહાર શુદ્ધિ જાળવી આત્મશુદ્ધિ વધારતા ગયા હતા તે સર્વની વિવિધ રીતે જાણકારી મળતી ગઈ, પરિણામે જીવનને કેમ સુધારવું, કેવા ભાવ કેળવી આત્મા પરનો કર્મનો બોજો હળવો કરવો, સહુ જીવ સાથે કેવી રીતે મૈત્રીભાવ તથા ક્ષમાભાવ કેળવવા તે સર્વ માટે વાસ્તવિક જીવનમાં પ્રસંગોમાં માર્ગદર્શન મળતું હતું. રોજબરોજનાં જીવનમાં પણ ક્યાં કેવો ઉપયોગ રાખી વર્તતાં શીખવું તે પણ તેમની જ કૃપાથી આવડતું ગયું. અને આ રીતે પ્રભુ તથા ગુરુ