________________
પ્રાકથન
રેણુબેન તરફથી સારી રીતે મળેલ છે. આ ઉપરાંત બીજા અનેક મુમુક્ષુઓનો સાથ વિવિધ રીતે પ્રાપ્ત થયો છે. આખા ગ્રંથનું કંપોઝીંગ અને પહેલું પ્રુફ રીડીંગ મારી ભાણેજ અમી ઠાકોર તથા અનુરાગ ઠાકોરે ખૂબ જ પ્રેમથી નિર્માનીપણે કર્યું છે. અને આ ગ્રંથની છપાઈ, બાઈન્ડીંગ વગેરેનો ભાર વર્ષોના પરિચિત તથા નીકટના સ્નેહી એવા અરુણભાઈ મહેતા તથા સુધાબહેને પ્રેમથી ઉપાડયો છે. સાથે સાથે ગ્રંથનું અતિ ઉપયોગી એવું છેલ્લું વાંચન મારી સહાધ્યાયી અને સખી ડો. કલા શાહે ખૂબ જ ઉત્સાહથી અને ચીવટથી કર્યું છે. મળેલાં સાથ અને સહકાર માટે તે સહુનો અંતરંગથી આભાર માનું છું, અને તેઓ પ્રતિ કંઈ દોષ થયો હોય તો શ્રી પ્રભુની સાક્ષીએ સપશ્ચાતાપ ખમાવું છું. હું શ્રી પ્રભુને પ્રાર્થ છું કે તેઓ સહુનો આત્મવિકાસ ખૂબ જ સરળતાથી અને સુવિધા સાથે વધતો જાઓ. પ્રભુની નિરંતર વરસતી કૃપાનો અમૂલ્ય લાભ સહુ જીવોને અવિરતપણે મળતો રહો.
આ ગ્રંથને પ્રસિધ્ધ કરવામાં આર્થિક યોગદાન આપનાર, સ્વેચ્છાએ આ કાર્યમાં પ્રેમથી સાથ આપનાર સહુનો આભાર માનું છું. તેમણે ઇચ્છેલા દ્રવ્યદાનથી જે જ્ઞાનદાનની લહાણી થશે તેનો લાભ તેમને ત્વરાથી આત્માર્થે પ્રાપ્ત થાય એ જ શ્રી પ્રભુને મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે. - આ ગ્રંથમાં કેટલાક મુદ્દાઓ, કેટલાક સિધ્ધાંતો પ્રકરણે પ્રકરણે પુનરાવર્તન પામ્યા છે; તે વાંચતી વખતે વાચકના લક્ષમાં આવ્યા વિના રહેશે નહિ. તેમ કરવાનું કારણ એ છે કે એ જગ્યાની અપેક્ષા સમજવા એ મુદ્દા મુકવાથી સમજવાની સરળતા રહે. આવી સ્થળ સ્થળની સમજવાની સરળતા સાચવવા પુનરુક્તિદોષ વહોરીને પણ કાર્ય કર્યું છે. તે માટે વાચક ગણની ક્ષમા ચાહું છું.
મુંબઈ તા. ૧૫.૯ ૨૦૦૭ સંવત્સરી. ભાદરવા સુદ ૪; ૨૦૬૩.
ૐ શાંતિ. સરયુ રજની મહેતા.
xxvii