________________
મૃષાવાદ પાપસ્થાનક મૃષા એટલે જૂઠું અથવા અસત્ય. જે વસ્તુ કે વાત જે પ્રકારે છે તેને તેનાથી વિપરીતપણે જાણવી કે જણાવવી, બોલવી કે બોલાવવી, કરવી કે કરાવવી, અથવા તે સર્વની અનુમોદના કરવી; આ સર્વનો મૃષામાં સમાવેશ થાય છે. મૃષાની પ્રવૃત્તિમાં રાચતા રહી, તેને સત્ય માની, યોગ્ય માની કાર્ય કરતાં રહેવાં તે મૃષાવાદ.
-
યથાપ્રવૃત્તિકરણ - યથાપ્રવૃત્તિકરણ એટલે પ્રત્યેક કર્મ(આઠે કર્મ) ની ઉત્કૃષ્ટ સ્થિતિ એક ક્રોડાક્રોડી સાગરોપમ કાળથી ન્યૂન કરવી. આ સ્થિતિએ જીવ આવે ત્યારે જ તે સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા માટે ધ્યાનમાં જઈ શકે છે.
યોગ - મન, વચન અને કાયાની પ્રવૃત્તિ એટલે યોગ. આત્માનું આ ત્રણમાંથી જેની સાથે જોડાણ થાય તે તેનો યોગ થયો કહેવાય.
યોગસત્ય - મન, વચન અને કાયા એ ત્રણે યોગ સાથેનું જોડાણ થાય ત્યારે તેના સત્યયોગમાં રહેવાનો જીવનો પુરુષાર્થ.
રસઘાત - જીવ સત્તામાં રહેલાં કર્મના રસ (રુચિ)ને ઘટાડે તે રસઘાત.
રતિનોકષાય – મનમાં મજા આવે, પૌદ્ગલિક વસ્તુના સંયોગમાં મનમાં લુબ્ધતા થાય તે તિ નામનો નોકષાય છે. નિમિત્તે કે વગર નિમિત્તે અકારણ સાંસારિક મજા આવે તે રતિનો પ્રકાર છે. રતિ અતિ પાપસ્થાનક રિત એટલે સંસારમાં શાતા આપતા પદાર્થોના સંયોગમાં અને ભોગવટામાં જીવને જે પ્રકારનું પોતાપણું તથા આસક્તિ વેદાય છે તે, અને અરિત એટલે તેનાથી વિરુધ્ધનો ભાવ, અર્થાત્ સંસારમાં અશાતા
-
૩૮૭
પરિશિષ્ટ ૧
આપતા પદાર્થોના સંયોગમાં જે ઇતરાજીનો અને અણગમાનો ભાવ અનુભવાય છે તે. હાસ્યાદિ છ નોકષાયથી બંધાતા પાપનો સમન્વય કરી આ સોળમું રિત-અરિત પાપસ્થાનક બંધાયું છે.
રાગ - જીવને કેટલાક સંસારી પદાર્થો માટે કે અન્ય જીવ માટે મારાપણાનો ભાવ થાય છે, તે પદાર્થ કે વ્યક્તિના સંયોગમાં તેને શાતાનું વેદન થાય છે, વિયોગમાં અશાતા વેદાય છે; વળી જેવી લાગણીનું વેદન પોતે કરે છે તેવી જ લાગણી સામો જીવ પણ વેદે એવા પ્રતિભાવની અપેક્ષા પણ તેને રહે છે, તે જીવ પ્રતિ મારો અમુક હકભાવ યોગ્ય છે; આવી આવી લાગણી, જેમાં બદલાની તેને અપેક્ષા રહે છે તેને શ્રી પ્રભુ રાગભાવ તરીકે ઓળખાવે છે. રાગ એ માયા તથા લોભનું મિશ્રણ છે. રુચક પ્રદેશ - આત્માના આઠ નિરાવરણ શુદ્ધ પ્રદેશોને રુચક પ્રદેશ કહેવાય છે. આ આઠ રુચક પ્રદેશો પર કદી પણ કર્મનું આવરણ આવતું નથી.
રૌદ્રધ્યાન
કષાયનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ રૂપ તે
રૌદ્રધ્યાન.
ઋણાનુબંધ અન્ય જીવ સાથેનો સંબંધ તે ઋણાનુબંધ. તે શુભ કે અશુભ હોય છે. લાભાંતરાય - આપનારની ઇચ્છા આપવાની હોય, લેનારની ઇચ્છા લેવાની હોય, વસ્તુ તૈયાર હોય, તેમ છતાં કોઇ કારણસર લેનાર વસ્તુ લઇ શકે નહિ તે લાભાંતરાય કર્મ છે. લોકસ્વરૂપભાવના - ચૌદ રાજલોકમાં પથરાયેલા જગતનું સ્વરૂપ વિચારવું તે લોકસ્વરૂપ ભાવના. લોભ કષાય જીવને પોતાને ગમતા પદાર્થો પરિગ્રહરૂપે મળ્યા હોય છે તે હજુ વિશેષ વધે,
-