________________
કેવળી પ્રભુનો સાથ
ઘટતાં જાય છે, ક્રમે ક્રમે કર્મબંધ ઓછાં થતાં જાય છે, તે બંધ ઘણા મંદ થાય છે અને જીવને શુધ્ધતા પ્રતિ દોરી જાય છે.
આ રીતે થતી જીવની મિથ્યાપ્રવૃત્તિનું પૃથક્કરણ કરીએ તો સમજાય છે કે જીવને તેની અવળી મતિ-મિથ્યાત્વ જ બધી ગેર પ્રવૃત્તિઓ તરફ દોરી જાય છે. આ મિથ્યામતિને ટાળવા શ્રી જિનેશ્વર પ્રભુ પ્રણીત માર્ગને આજ્ઞાધીનપણે આરાધતા શ્રી પુરુષનો બોધ તથા સત્સંગ ખૂબ ઉપકારી થાય છે. તેમની પાસેથી જીવ આ કલ્યાણકારી માર્ગને યથાર્થ રીતે સાંભળે, સમજે, શ્રદ્ધે તથા આરાધે તો તેને અનાદિકાળથી ભેટમાં મળેલી મિથ્યામતિ રૂપાંતર પામી સન્મતિ થાય છે અને તેથી જીવ સર્વ સવળી પ્રવૃત્તિ કરતાં શીખી આત્મસુખને માણનારો થાય છે.
શ્રી વીતરાગ પ્રભુના કલ્યાણકારી માર્ગને જાણે, પોતાને તે માર્ગ કેટલો ઉપકારી છે તે સમજે ત્યારે તે સદ્ગુરુના આશ્રયે જઈ અકલ્યાણકારી માર્ગ ન પ્રવર્તાવવાનો નિયમ લે છે. આમ કરવાથી તેના નવીન બંધો ઘણા ઓછા થતા જાય છે. આના પડછામાં, ભૂતકાળમાં અવળા માર્ગે ચાલવાથી જે મહાપાપ ઉપાર્જન તેણે કર્યા હતાં તેનું શલ્ય તેને ખૂબ પજવે છે. તેથી તેનો પશ્ચાતાપ તેને થાય છે, અને આવી ભૂલો કરી હતી, તેનું ભવતારક ગુરુ પાસે ક્ષમા માગી પ્રાયશ્ચિત ઇચ્છે છે. વળી ભાવિમાં, મિથ્યામતિમાં વર્તી આવા કોઈ પાપ કરવામાં તે ફસાઈ ન જાય તે માટે તથા શ્રી પ્રભુ તથા શ્રી ગુરુનું અનન્ય શરણ ક્યારેય છૂટે નહિ એવા આશયથી બળવાન નિયમો ગ્રહણ કરે છે. તેને સમજાય છે કે સંસાર ભજવાના આરંભથી જે જે મિથ્યાપ્રવૃત્તિઓ તેણે કરી છે, તે પ્રવૃત્તિ કરવા માટે જ્યાં સુધી તેને સાચો પશ્ચાતાપ જાગશે નહિ ત્યાં સુધી તે તે મિથ્યાપ્રવૃત્તિ ફરીથી કરવાનો અવકાશ રહેશે. આથી આ સંભાવના તોડવા માટે સર્વ પ્રકારની અસહ્મવૃત્તિથી છૂટવા માટેના નિયમો જીવ સ્વીકારતો જાય છે.
જો ચોતરફ નજર ફેરવવામાં આવે તો ખૂલું જણાય છે કે સદર્શનના ફેલાવા કરતાં અસદ્દર્શનનો ફેલાવો વધારે છે. આવા અસદર્શન અને મિથ્યાદર્શન જીવને ગમે ત્યાં અને ગમે તે સ્વરૂપે જકડી શકે છે. એ મિથ્યાદર્શન પ્રાપ્ત થયેલા થોડા ઘણા સદર્શનના પ્રભાવને ત્વરાથી દૂર કરી, પાપના પાશમાં લઈ જાય છે. તે વખતે
૩૬૨