________________
કેવળી પ્રભુનો સાથ
માર્ગદર્શન નીચે પૂર્વે બાંધેલા કર્મો માટે, સેવેલા સ્વછંદ માટે પશ્ચાતાપ કરી ક્ષમા માંગવી. ક્ષમા માંગી ભૂલનું પ્રાયશ્ચિત સ્વીકારી નિર્જરાને સકામ કરવી. સામાન્યપણે થતી અકામ નિર્જરામાં સકામ નિર્જરા ભળવાથી પૂર્વ સંચિત કર્મો જલદીથી ખપતાં જાય છે. આ ક્રિયાની સાથો સાથ જીવે, પોતાને શુધ્ધ થવું છે, કર્મબંધ રહિત થવું છે, એ માટે યોગ્ય માર્ગદર્શન મેળવવા શ્રી પ્રભુને પ્રાર્થના કરી સ્વચ્છંદનો નિરોધ કરવો યોગ્ય છે, તેનાથી માર્ગથી શ્રુત થવાની તેની સંભાવના ક્ષીણ થતી જાય છે, તથા થતી કર્મવૃદ્ધિ અટકતી જાય છે. આ બંનેથી, ક્ષમાપના અને પ્રાર્થનાના જોરથી વણજોતા વિચારોથી જીવ છૂટે છે, અને એ કાળમાં શ્રી સગુરુએ સમજાવેલા આત્મગુણોની વિચારણા તથા રટનામાં એકાકાર થઈ તે દેહાત્મબુદ્ધિ ત્યાગી સ્વરૂપમાં લીન થવાનો સુઅવસર મેળવે છે.
આ પ્રકારે આરાધનમાં લીન થવા માટે જીવને બાહ્ય સંજોગોની સાનુકૂળતા ખૂબ મદદ કરે છે. સર્વસંગ પરિત્યાગી મુનિ અવસ્થામાં પાંચ મહાવ્રતનું પાલન, પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિનું પાલન, ગ્રંથાભ્યાસ આદિ માટેની સુવિધા ઉપકારી થાય છે. અને જીવને જો ગૃહસ્થ જીવન હોય તો પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવતરૂપ બાર અણુવ્રતનું પાલન, સાથે સ્વાધ્યાય આદિ ઉપકારી રહે છે. આ બધા સદાભ્યાસમાં, સદાચારમાં, સવૃત્તિઓમાં રમતા રહેવાથી જીવ સહજતાએ અસત્નો ત્યાગ કરી શકે છે. જેની પાસેથી આ રીતે રહેવા માટે જીવને બળ મળે છે તેવા આપ્ત પુરુષના સંગમાં રહેવું, સત્સંગને ઉપાસવો અને તે બંને સતત મળતા રહે તેવી ભાવના ભાવવી એ જીવ માટે મુખ્ય કર્તવ્ય બની રહે છે.
જ્યાં સુધી જીવ સત્સંગનો આશ્રય કરી, પોતાના આત્માને સંસારથી મુક્ત કરવાના ભાવ જોરદાર રીતે કરતો નથી, ત્યાં સુધી તેણે સેવેલા સદાચાર કે ધર્માચરણ આત્માર્થે ફળવાન થતાં નથી. આથી અંતરંગથી છૂટવાના ભાવ કરવા તે આ પાપસ્થાનકોથી બચવાનું પહેલું પગથિયું છે. શ્રી ગુરુના આશ્રયે છૂટવાના માર્ગની જાણકારી લેવી તે બીજું પગથિયું છે. અને સત્સંગ તથા સન્માર્ગ દ્વારા છૂટવાની પ્રવૃત્તિ કરવી તે ઉત્તમ અને અગત્યનું ત્રીજું પગથિયું છે. જીવની પાત્રતા, ગુરુની યોગ્યતા કે ધર્મની પૂર્ણતા
૩૬૬