Book Title: Kevali Prabhuno Sath Volume 01
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 405
________________ કેવળી પ્રભુનો સાથ અનિત્યભાવના - શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ પરિવારાદિક સર્વ વિનાશી છે, જીવનો મૂળ ધર્મ અવિનાશી છે એમ ચિંતવવું તે અનિત્યભાવના. અનિવૃત્તિકરણ - કરણલબ્ધિ પ્રગટ થાય તેને અધ: કરણ અને અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ આવે છે. તેમાં જીવની આત્મવિશુદ્ધિ સમયે સમયે અનંતગણી થાય છે. અને પ્રથમ સમયથી જ જીવને સ્થિતિઘાત, રસધાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમણ અને અપૂર્વસ્થિતિબંધ સમકાળે પ્રવર્તે છે, જે આ કરણના ચરમ સમય સુધી રહે છે. અનુકંપા – સ્વાર કલ્યાણના ભાવ દ્વારા સહુ જીવો સુખને પામે એવા ભાવમાં રહેવું તે અનુકંપા. અનંત ચતુષ્ટય - અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર તથા અનંત વીર્યના સમૂહને અનંતચતુષ્ટય કહે છે. અનંતચારિત્ર - મોહના અંશરહિત આત્માની શુદ્ધ સ્થિતિ તે અનંત ચારિત્ર અથવા યથાખ્યાત ચારિત્ર. અનંતદર્શન - એક પ્રદેશ, એક પરમાણુ અને એક સમયનું લોકાલોકનું જોવું તે અનંત દર્શન. અનંતવીર્ય - વીર્યનું ઉત્કૃષ્ટ પ્રગટપણું તે અનંતવીર્ય. અનંતજ્ઞાન - સમા લોકાલોકનું પ્રત્યેક પદાર્થનું, ત્રણે કાળનું સમય સમયનું જ્ઞાન ને અનંતજ્ઞાન કહેવાય છે. શુદ્ધ અવસ્થામાં આત્મા અનંતજ્ઞાનનો ધણી છે. અનંતાનુબંધી કષાય - જે કષાય જીવનો અનંત સંસાર વધારવા સમર્થ છે તે અનંતાનુબંધી કષાય છે. આ કષાયો જીવના સમ્યગ્દર્શનને પ્રગટ થવા દેતા નથી. અનંતાનુબંધી ક્રોધ - કલ્યાણના સાધનો પ્રતિનો અભાવ કે અણગમો એ અનંતાનુબંધી ક્રોધ. અનંતાનુબંધી ચોકડી - અનંત અનુબંધ કરવાવાળા ક્રોધ, માન, માયા તથા લોભના સમૂહને અનંતાનુબંધી ચોકડી કહે છે. અનંતાનુબંધી માન - સદૈવ, ગુરુ તથા શાસ્ત્ર પ્રતિ અહોભાવને બદલે જીવને તુચ્છતાનો કે અતિસામાન્યપણાનો ભાવ વેદાય તે અનંતાનુબંધી માન. અનંતાનુબંધી માયા - શ્રી સર્વજ્ઞ આદિને બદલે સંસારના લાભાર્થે અન્યને ઉચ્ચ બતાવવાની - વૃત્તિ તે અનંતાનુબંધી માયા. અનંતાનુબંધી લોભ - ધર્મના નામથી સંસારી લાભમાં રચ્યાપચ્યા રહેવાની વૃત્તિ તે અનંતાનુબંધી લોભ. અપરિગ્રહવ્રત - કોઈ પણ પરિગ્રહ (સંસારી પદાર્થ) ગ્રહણ ન કરવાનો નિયમ. અપવર્તન - જીવ કર્મ બાંધે છે ત્યારે તેના પ્રદેશ, અનુભાગ, સ્થિતિ અને પ્રકૃતિ નક્કી થાય છે. તે પછી તેની પ્રવૃત્તિ અને પુરુષાર્થ અનુસાર આ કર્મમાં ફેરફાર થયા કરતો હોય છે. જ્યારે જીવનાં કાર્યોથી બાંધેલા કર્મનાં સ્થિતિબંધ અને અનુભાગ બંધમાં ઘટાડો થાય છે ત્યારે તેના કર્મનું અપવર્તન થયું એમ કહેવાય છે. અપૂર્વકરણ - જે કરણમાં પહેલાં અને પાછલાં સમયોના પરિણામ સમાન ન હોય, અપૂર્વ જ હોય, તે અપૂર્વકરણ છે. તે કરણમાં પરિણામ જેવા પ્રથમ સમયમાં હોય તેવા પરિણામ દ્વિતીયાદિ સમયમાં કોઈ પણ જીવને ન હોય, તે પરિણામ વધતાં જ હોય. ૩૭૨

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442