________________
કેવળી પ્રભુનો સાથ
પુદ્ગલ પરમાણુ – પુદ્ગલ એ છ દ્રવ્યમાંનું એક છે. તેનાં નાનામાં નાના અવિભાજ્ય અંગને પરમાણુ કહે છે.
પુરુષવેદ નોકષાય - આ વેદના ઉદયથી સ્ત્રીસેવનની ઇચ્છા થાય, વિષય સેવન કરે, મનમાં સ્ત્રીને ભોગવવાના વિચારો આકાર પામે, વગેરે
પુરુષવેદ છે. પૈશુન્ય પાપસ્થાનક-પૈશુન્ય એટલે પરનીચાડીચૂગલી કરવી. જીવની ગેરહાજરીમાં અછતાળ ચડાવવા, ચાડી ખાઈ અન્ય અસંબંધિત જીવોને પણ કલહ તથા અશુભભાવમાં દોરી જવા. ઘણા સાથે પોતાનો અશુભબંધ વધારાવવાનું કાર્ય આ પાપસ્થાનક કરે છે. ક્રોધ માન રૂપ દ્વેષની સાથે માયાકપટ ભળવાથી આ દ:ખદાયી વાપસ્થાનનો ઉદ્ભવ થાય છે. પંચ પરમેષ્ટિ- અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય
અને સાધુસાધ્વી આ પાંચ ભગવંત પરમ ઇષ્ટ એટલે કલ્યાણ કરનાર હોવાથી પંચપરમેષ્ટિ કહેવાય છે. પંચંદ્રિય - સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રવણની
પ્રાપ્તિ ધરાવનાર જીવ પંચેન્દ્રિય કહેવાય છે. પ્રત્યાખ્યાન કષાય - જે કષાયને જીવ ધારે તો
ઉત્તમ પ્રયત્નથી દાબી શકે તે પ્રત્યાખ્યાની કષાય છે. પ્રતિક્રમણ - પ્રતિક્રમણ એટલે સામા પૂરે તરવું,
કરેલા પાપની ક્ષમા યાચવી. પ્રદેશોદય - પ્રદેશોદય એ સંસારી સ્થિતિમાં કર્મના
ઉદયને ભોગવવાનો પ્રકાર છે. જે કર્મો જીવ આત્મપ્રદેશે ભોગવે છે પણ મનોયોગમાં જોડાતો નથી, તેવાં નવાં કર્મ બાંધ્યા વિના ભોગવાઈને
ખરી જતાં કર્મો પ્રદેશોદયથી ભોગવ્યાં કહેવાય છે. પ્રમાદ - પ્રમાદનો અર્થ આત્મ વિસ્મરણ અને આત્માને લાભ કરનાર કુશળ કાર્યમાં આદરનો અભાવ તથા કર્તવ્ય - અકર્તવ્યના ભાનમાં
અસાવધાની છે. પ્રાર્થના - પોતાને જે જોઈએ છે તે મેળવવા માટે તેના
ધારક સમક્ષ તેનું દાન કરવા વિનંતિ કરવી. પ્રાયશ્ચિત - પ્રાયશ્ચિત એ આંતરતા છે. તે તપમાં
જીવ પોતાથી થયેલા દોષનો મનથી ખૂબ પશ્ચાતાપ કરે છે, ખૂબ ખેદ વેદે છે અને પોતાનો તે દોષ ગુરુજન પાસે વર્ણવી, તેનાથી નિવૃત્ત થવા દોષને અનુરૂપ શિક્ષા કરવાની વિનંતિ
કરે છે. બંધ - કર્મ પરમાણુઓ ચીટકવાને કારણે આત્માના
ગુણો અવરાઈ જાય છે, અને તે ગુણહીન સ્થિતિમાં આવી પડે છે. આ દશામાં જીવ પોતાની રીતે સ્વતંત્રતાથી વર્તી શકતો નથી, તેને કર્મ દોરે તેમ, તેનો ભોગવટો કરવા દોરાવું પડે છે. કર્મનાં પરમાણુઓ આવી જીવની જે પરવશ અવસ્થા કરે
છે તેને બંધ કહે છે. બાર ભાવના - અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ,
અશુચિ, સંસાર, આશ્રવ, સંવર, નિર્જરા, લોકસ્વરૂપ, બોધદુર્લભ અને ધર્મદુર્લભ. એ બાર ભાવના પ્રભુએ વૈરાગ્યનો બોધ થવા માટે જણાવી છે. બારમું ક્ષીણમોહ ગુણસ્થાન - જે ગુણસ્થાને જીવનો
મોહ સંપૂર્ણ ક્ષય થાય છે તે. બાહ્યત૫ - શરીરથી કરવામાં આવતું તપ બાહ્યતા છે.
3८४