________________
ઉચ્ચ ગોત્રકર્મ. ઉચ્ચગોત્રમાં જીવનની ઘણી સુવિધાઓ અને વિશિષ્ઠ લાભો મળે છે.
ઉત્સર્પિણી કાળ – જે કાળમાં દુઃખની હાનિ અને સુખની વૃદ્ધિ થતી જાય તે ઉત્સર્પિણી કાળ ગણાય છે.
ઉર્તન - જીવ કર્મ બાંધે છે ત્યારે તેના પ્રદેશ, અનુભાગ, સ્થિતિ અને પ્રકૃતિ નક્કી થાય છે. તે પછી તેની પ્રવૃત્તિ અને પુરુષાર્થ અનુસાર આ કર્મમાં ફેરફાર થયા કરતો હોય છે. જ્યારે જીવનાં કાર્યોથી બાંધેલાં કર્મનાં સ્થિતિબંધ અને અનુભાગ બંધમાં વધારો થાય છે ત્યારે તેનાં કર્મનું ઉદ્દવર્તન થયું એમ કહેવાય છે.
ઉદાસીનતા - ઉર્દુ એટલે ઊંચે. અસીનતા એટલે રહેવાપણું. ઉદાસીનતા એટલે કષાયથી ઊંચું, આત્મા સમીપ રહેવાપણું અર્થાત્ નિસ્પૃહપણું વેદવું.
ઉદ્દી૨ણા - કર્મને બાંધ્યા પછી, ભાવિમાં ઉદયમાં આવે એવા સત્તાગત કર્મોને વર્તમાનમાં ખેંચી લાવી ભોગવી લેવાં તે ઉદ્દીરણા કરી કહેવાય છે. આ કર્મોને તપ, ધ્યાન આદિ વિશેષ પુરુષાર્થથી ખેંચવામાં આવે છે.
-
ઉપભોગાંતરાય જે વસ્તુનો એક કરતાં વધારે વખત ઉપયોગ કરી શકાય છે તે ઉપભોગ. વસ્ત્ર, પાત્ર, ઘરેણાં, ઘરબાર આદિ ઉપભોગ કરવાની વસ્તુઓ છે. તે વસ્તુઓનો ભોગવટો ન કરી શકે એ ઉપભોગાંતરાય કર્મ ગણાય.
ઉપશમ - કર્મો શાંત થઈ જવા, ઉદય રહિત કર્મ
થવું તે કર્મનો ઉપશમ કહેવાય છે. ખાસ કરીને મોહનીય કર્મની બાબતમાં આમ થાય છે.
પરિશિષ્ટ ૧
મોહનીય કર્મના સર્વથા અનુદય વખતે સત્તામાં રહેલા મોહનીય કર્મને ઉપશમન કહે છે. ઉપશમ સમકિત - જીવ જ્યારે પાંચ મિનિટ કે તેથી વધારે સમય માટે અનંતાનુબંધી ચોકડી અને દર્શનમોહની ત્રિક ઉપશમાવી શકે છે, ત્યારે તે ઉપશમ સમકિત પામ્યો કહેવાય છે.
ઉપશમ શ્રેણિ - ઉપશમ કરવું એટલે શાંત કરવું. કર્મને સત્તામાં દબાવી રાખવા અને ઉદયમાં ન આવવા દેવા તે કર્મ ઉપશમ કર્યાં કહેવાય. જે જીવ કર્મનાં દળનો પૂર્ણ ક્ષય ન કરતાં, અમુક અંશે દબાવતો આઠમા ગુણસ્થાનથી આગળ વધે છે, તે જીવ ઉપશમ શ્રેણીએ ચઢે છે તેમ કહેવાય. ઉપાદાન - જીવની પાત્રતા.
ઉપાધ્યાયજી – ઉત્તમ આચાર્યના પગલે ચાલી, તેમની પાસેથી સ્વપર કલ્યાણના માર્ગનો ઉત્સાહથી ફેલાવો કરવાની પ્રેરણા લઈ સહુને માર્ગદર્શનરૂપ શિક્ષણ આપનારને ઉપાધ્યાયજી કહેવાય છે. એકેંદ્રિય - માત્ર સ્પર્શેદ્રિય ધરાવનાર જીવ એકેંદ્રિય કહેવાય છે.
એકત્વભાવના – મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, અને એકલો જવાનો છે, આમ અંતઃ કરણથી ચિંતવવું તે એકત્વભાવના.
ઔદારિક શરીર - ઉદાર એટલે સ્થૂળ, તે પરથી ઔદારિક શબ્દ આવ્યો છે. જે સ્થૂળ પુદ્ગલ પરમાણુનું બનેલું શરીર હોય તે ઔદારિક શરીર કહેવાય છે.
અંતર્મુહૂર્ત - આઠ સમયથી વધારે અને ૪૮ મિનિટથી ઓછા કાળને અંતર્મુહૂર્ત કાળ કહે છે.
૩૭૫