________________
કેવળી પ્રભુનો સાથ
જીવ - જ્યાં સુધી આત્મા કર્મ સહિત હોય ત્યાં સુધી તે જીવ કહેવાય છે. વ્યવહાર-દૃષ્ટિથી શુભાશુભ કર્મોનો કરનાર, એને ભોગવનાર કે એનો ક્ષય
કરનાર જીવ નામનો પદાર્થ છે. જુગુપ્સા નોકષાય - દુર્ગધી પદાર્થો પ્રત્યે નાક મચકોડવું, કોઈ વિકૃત પદાર્થો જોઈ ચિતરી
ચડાવવી વગેરે જુગુપ્સાના પ્રકાર છે. તપ - સંસારની શારીરિક, માનસિક, આર્થિક
આદિ સર્વભૌતિક સુખોની ઇચ્છાનો ત્યાગ કરી, કર્મની નિર્જરા કરવામાં એકાગ્ર થવું એ તપ છે. તપ બાર પ્રકારે છે, છ બાહ્યતા અને છે
આંતરતપ છે. તિતિક્ષા – સહન કરવાની શક્તિ. તિર્યંચ – તિર્યંચગતિનાં જીવ તિર્યંચ તરીકે ઓળખાય
છે. તિર્યંચના પાંચ પ્રકાર છે. એકેંદ્રિય, બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય. પંચેન્દ્રિયમાં અસંજ્ઞી અને સંજ્ઞી. સંજ્ઞી પંચેન્દ્રિય જળચર, સ્થળચર અને ખેચર એમ ત્રણ પ્રકારમાં
વહેંચાય છે. પશુ, પંખી, આદિ તિર્યંચ કહેવાય. તેઈદ્રિય - સ્પર્શ, રસ અને થ્રાણ એ ત્રણ ઇન્દ્રિય
મેળવનાર જીવ તેઇન્દ્રિય તરીકે ઓળખાય છે. તેજસ શરીર - શરીરમાં ગરમીને ઉત્પન્ન કરવાનું કાર્ય, લોહીનું પરિભ્રમણ કરાવવાનું કાર્ય, આહારને પચાવવાનું કાર્ય તેજસ શરીર કરે છે. પરભવમાં જતાં આ શરીર દ્વારા પુદ્ગલોનો
આહાર કરી, તેનાથી ચેતન નવું શરીર બાંધે છે. તેરમું સયોગી કેવળી ગુણસ્થાન - મન, વચન અને કાયાના યોગવાળા તે સયોગી. કેવળજ્ઞાન લીધા પછી જેમને યોગ પ્રવર્તે છે તે સયોગી કેવળી. એ દશા તે સયોગી કેવળી ગુણસ્થાન.
ત્યાગ ગુણ - આત્માના અનુભવને અવરોધ કરનાર
પદાર્થને છોડતા જવા તે ત્યાગગુણ. ત્રસકાય - જે જીવ પોતાના શરીરને હલાવી ચલાવી શકે તે ત્રસકાય જીવ કહેવાય છે. બેથી પાંચ ઇન્દ્રિયવાળા જીવો ત્રસકાય છે. એકેંદ્રિય
સ્થાવરકાય છે. ત્રીજું મિશ્ર ગુણસ્થાન - પહેલા ગુણસ્થાનેથી વિકાસ કરી જીવ જ્યારે આગળ વધે છે ત્યારે તે બીજા ગુણસ્થાનને સ્પર્યા વિના જ સીધો ત્રીજા ગુણસ્થાને પહોંચે છે. આ ગુણસ્થાને તેની સ્થિતિ ખૂબ ડામાડોળ હોય છે. પહેલા ગુણસ્થાને જીવને આત્માના અસ્તિત્વ આદિનો સ્પષ્ટ નકાર વર્તતો હોય છે, તેનો અહીં અભાવ કે મંદતા થાય છે. અને તેને સ્થાને કદાચ આત્માનું અસ્તિત્વ હોઈ શકે એવો ભાવ ઊંડે ઊંડે જાગવા લાગે છે, તેમ છતાં તેનામાં આત્માના અસ્તિત્વનો સ્પષ્ટ હકારપણ આવતો નથી. આ ગુણસ્થાને જીવને ‘આત્મા નથી જ' અથવા તો આત્મા છે જ’ એવી સ્પષ્ટતા થતી નથી, પરંતુ આમ પણ હોય અથવા આમ પણ હોય એવી દ્વિધાવાળી અનુભૂતિ તેને રહ્યા કરે છે. આવી દ્વિધાવાળી સ્થિતિ તે ત્રીજું મિશ્ર ગુણસ્થાન છે. તેનો કાળ અંતમુહૂર્તનો છે. દશમું સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન – કષાયોમાં સહુથી સૂક્ષ્મ પ્રકાર તે સંજ્વલન છે. શ્રેણિના આ ગુણસ્થાને બધા બાદર – સ્થળ કષાયોનો નાશ કરવા જીવ ભાગ્યશાળી થાય છે, અને તેના સૂક્ષ્મ સંજ્વલન કષાયો પણ નાશ પામતા જાય છે. આ કષાયો નાશ પામવાનો ક્રમ ક્રોધ, માન, માયા અને લોભ છે. આ પ્રકારે ક્ષેપક શ્રેણિમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ કષાય પણ હણાતા હોવાથી તેને સૂક્ષ્મ સંપરાય (કષાય) ગુણસ્થાન કહે છે.
૩૮૦