________________
કેવળી પ્રભુનો સાથ
થવા મંત્રસ્મરણનું આરાધન કરે છે. આમ જીવ તેની પ્રાથમિક અવસ્થામાં પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ એ ક્રમથી વિકાસ સાધે છે.
તે જીવ આગળ વધી જ્યારે સમ્યક્દર્શન મેળવે છે ત્યારે તેને થયેલા આત્માનુભવને કારણે સાચું શું છે અને ખોટું શું છે તેની પરખ આવે છે. આથી કલ્યાણના માર્ગમાં ચાલવાની તેની આતુરતા વધે છે, તેના પરિણામે પોતે પૂર્વમાં કેવા ખોટા માર્ગે ચાલ્યો હતો તેની સમજણ વધતાં તેનો ખોટાં કાર્યો કરવા માટેનો પશ્ચાતાપ ઉગ્રતા ધારણ કરતો જાય છે. સાથે સાથે વર્તમાનમાં અવળા માર્ગે જવું નથી એ ભાવને કારણે, કર્મવશતાથી તથા વીર્યની ઓછપથી નવા બંધાતા કર્મો માટે પણ તેને પશ્ચાતાપ વેદાતો રહે છે. આમ જ્યાં સુધી તેનામાં યથાર્થ સ્થિરતા આવતી નથી, પૂરતું વીર્ય ખીલતું નથી ત્યાં સુધી તેને મુખ્યતાએ પશ્ચાતાપ વર્તે છે, અને ક્ષમાપના થયા કરે છે. તેની સાથોસાથ તે જીવને આત્મસ્થિરતાનો અનુભવ વારંવાર કરવાની અભિલાષા રહેતી હોવાથી, સ્વરૂપસ્થિરતાના કારણરૂપ આત્મગુણોનું રટણ – મંત્રસ્મરણ પણ થયા કરે છે. આ બે પ્રકારના ભાવોના વેદનમાં જ્યારે તે જીવને મંદતા જણાય છે ત્યારે તે મંદતા દૂર કરવા માટેની પ્રાર્થના તે પ્રભુ સમક્ષ કરી, વીર્ય પ્રગટાવી લે છે. આમ ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનના પ્રારંભમાં જીવના આરાધનનો ક્રમ ક્ષમાપના, મંત્રસ્મરણ તથા પ્રાર્થના એ પ્રકારે રહે છે.
આત્માર્થે શરૂ કરેલા પુરુષાર્થના સાતત્યથી, વારંવાર આત્માનુભવ મળતો હોવાથી જીવનાં કર્મક્ષયનું પ્રમાણ વધી જાય છે, વીર્ય ખીલતું જાય છે, આત્મસ્થિરતા વધતી જાય છે, તેથી તેની ભૂલો ઘટે છે, દોષ આત્મપ્રદેશ પરથી વિદાય લેતાં જાય છે, એટલે તેને માટે ક્ષમાપના કરવાનું મહત્ત્વ ઓછું થઈ જાય છે. અને આત્મસ્થિરતા તથા વીર્ય વધારનાર આત્મગુણોનું રટણ અર્થાત્ મંત્રનું સ્મરણ અગ્રસ્થાન લે છે. તેનાથી સંવર ઉત્કૃષ્ટ સ્વરૂપ પકડે છે. સાથે સાથે નિર્જરા પણ સકામ અકામ રૂપે થતી જાય છે. પરિણામે ઉપયોગથી વર્તવા છતાં જ્યારે દોષ થઈ જાય ત્યારે તેનું પાયશ્ચિત કરવા જીવ ક્ષમાપનાનો આશ્રય કરે છે. આમ છટ્ટા સાતમા ગુણસ્થાને મંત્રસ્મરણ અગ્રસ્થાને આવી જાય છે, જીવને માટે સ્વરૂપસ્થિરતા માણવાનો ક્રમ અગ્રસ્થાને પહોંચે છે. અને
उ६८