________________
અઢાર પાપસ્થાનક
બાબતમાં જો કંઇ પણ ખામી હોય તો તે ખામીના કારણે કોઈ ને કોઈ પાપસ્થાનક બળવાન બની જીવને કર્મબંધનમાં બાંધી લે છે, અને તેના આત્મવિકાસને સંધે છે. તેથી તે ત્રણે તત્ત્વો ઉત્તમ થાય તેની તકેદારી રાખવી જરૂરી છે.
આ પાપથાનોથી બચવા જીવે સત્ય મનોયોગ તથા સત્ય વચનયોગ વધારે સ્વીકારવા યોગ્ય છે. સત્ય મનોયોગ તથા વચનયોગને કારણે ગ્રહણ થતાં જીવનાં પુદ્ગલ પરમાણુઓ શુભ પ્રકારનાં થતાં જાય છે. વ્યવહારથી સર્વ જીવો માટે શુભભાવ રાખવા, અશાતા આપનારને પણ શાતા મળે એ ભાવમાં વર્તવું, ગુણોનો આશ્રવ કરવાની ભાવના આદિથી સત્ય મનોયોગ અને સત્ય વચનયોગ તરફ તે જીવ પ્રગતિ કરે છે. સત્યયોગના સ્વીકારના ફળરૂપે જીવનું વીર્ય ખીલે છે, શુભ પરમાણુઓ ગ્રહણ થતાં જાય છે અને તે પરમાણુઓ જીવને શુધ્ધ થવામાં મદદ કરે છે. આ પ્રવૃત્તિમાં સ્થિર થવા માટે જીવને પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ ખૂબ જ ઉપકારી થાય છે.
સમ્યક્ટર્શન થયા પહેલાં જીવમાં સ્થિરતા હોતી નથી, વળી સગુરુ, સત્સંવ અને સત્કર્મ પ્રતિની શ્રદ્ધા પણ અવિચળ હોતી નથી. તે મેળવવા અને અચલિતપણું પ્રાપ્ત કરવા, દઢ કરવા, પ્રાર્થના તથા ક્ષમાપના ઉપકારી થાય છે. આ દશામાં જીવને પોતાની પૂર્વની ભૂલોનો યથાર્થ ખ્યાલ હોતો નથી, પોતાની વર્તનામાં કેવા દોષ રહ્યા છે તેની વિવેકપૂર્વકની સમજણ પ્રગટી હોતી નથી, તેથી તેના દિલમાં સાચો કે ઉત્કૃષ્ટ પશ્ચાતાપ જાગતો નથી. આ સ્થિતિથી બહાર નીકળવા માટે તેને પ્રાર્થના ખૂબ જ મદદ કરે છે. પ્રાર્થનામાં પોતાને સુખી થવું છે, શાંતિ મેળવવી છે, શાશ્વત સુખનો અનુભવ કરવો છે, બધાનો પ્રેમ અનુભવવો છે વગેરે ભાવો તે સહેલાઈથી ગૂંથી, તેના પ્રેરક સદ્ગુરુ પ્રતિના અને પ્રભુ પ્રતિના પોતાનાં પ્રેમ તથા શ્રધ્ધાને વિકસાવી શકે છે. આ કાર્ય કરવાથી તે સહજતાએ દૂષણોથી છૂટતો જાય છે, એટલે તેનાં કર્મનો સંવર થવાની શરૂઆત થાય છે. ગુણોનો લક્ષ આવતાં પોતાનાં પૂર્વ દોષોની સમજણ આવવી શરૂ થાય છે, અને તે માટે તે પશ્ચાતાપ અનુભવી ક્ષમાપના કરતાં શીખે છે. પ્રાર્થના તથા ક્ષમાપનાના બળથી હળવો બનતો તે જીવ આત્માના ગુણોમાં એકરૂપ
૩૬૭