________________
અઢાર પાપસ્થાનક
ઇન્દ્રિય ન હોવાથી બાકીના પાપસ્થાનક સ્પર્શી શકે તેટલું વીર્ય તેને હોતું નથી. બીજી ઇન્દ્રિય મળતાં, તેનામાં ત્રપણું આવવાથી તે જીવો રસના પ્રગટવાથી વેદાતા કષાયો થોડે અંશે વ્યક્ત થાય છે. તે જીવો પહેલાં નવ અને અઢારમા પાપસ્થાનકના પાપ બાંધે છે. ત્રણ ઇન્દ્રિયવાળા તથા તેનાથી વધારે ઇન્દ્રિયોવાળા જીવો રાગ તથા વૈષનું વેદન કરતા થાય છે. પણ જેમાં અન્ય વ્યક્તિના સાથની જરૂર પડે તેવાં કલહ આદિ પાપસ્થાનોના પાપ બાંધવા જેટલી શક્તિ તેમનામાં હોતી નથી. કલહથી શરૂ કરીને સાત પાપસ્થાનોના પાપ માત્ર સંજ્ઞીપંચેન્દ્રિય જીવો જ બાંધી શકે છે. કારણ કે એ માટે સંજ્ઞાના ઉપયોગની જરૂરિયાત રહે છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં સંજ્ઞાને લીધે વિચાર કરવાની શક્તિ તથા લાભાલાભની માત્રા જાણવાની આવડત આવે છે. તે જીવો જ્યારે સંજ્ઞાનો અવળો ઉપયોગ કરે છે ત્યારે અઢારે પાપસ્થાનકોના પાપ ઉત્કૃષ્ટતાએ બાંધી શકે છે, અને સંજ્ઞાનો સદુપયોગ કરે ત્યારે તે જીવો આ બધા પાપોથી છૂટતા પણ જાય છે. તેમાં પણ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યની સંજ્ઞા સહુથી વિશેષ ખીલેલી હોવાથી તેના દુરુપયોગે અઢારે પાપસ્થાનકના બંધને ઉત્કૃષ્ટતાએ બાંધી શકે છે, અને સદુપયોગ અઢારે પાપસ્થાનકના પાપથી છૂટી પણ જાય છે. અન્ય કોઈ પણ ગતિ એવી નથી કે જ્યાં જીવ પહેલાં અગ્યાર વાપસ્થાનના બંધ કરતો ન હોય.
અઢારે પાપસ્થાનકે બંધાતા જઘન્યથી ઉત્કૃષ્ટ કર્મબંધ તોડવાનો મહામાર્ગ શ્રી પ્રભુએ અત્યંત ઉપકાર કરીને જણાવ્યો છે. આ પાપસ્થાનોથી જીવને બચાવી મુક્તિના માર્ગમાં પ્રેમથી દોરી રહ્યા છે તેવા સગુરુના આશ્રયે જઈ તેમનામાં પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતા કેળવતા જવાથી આપણને આ મુક્તિમાર્ગની યથાર્થ ઓળખાણ થાય છે; અને તેમના જ આશ્રયમાં રહી આરાધના કરવાથી કર્મબંધ શિથિલ થતાં જાય છે. જ્યાં સુધી જીવ સ્વચ્છંદને પોષે છે ત્યાં સુધી આ બધાં દુષણો જીવને પાપબંધમાં નાખે છે, પણ જીવ સ્વછંદને ત્યાગી સગુરુની આજ્ઞાએ વર્તતાં શીખે છે ત્યારે પાપચાનકથી બંધાતા કર્મને છોડી મુક્તિની સાધના યથાર્થ રીતે કરી શકે છે.
આ માટેનું પ્રથમ અનિવાર્ય અંગ તે સત્પરુષ કે સદ્ગુરુનું શરણ લેવું, તેમના પ્રતિ અપ્રતીમ પ્રેમ, શ્રધ્ધા તથા અર્પણભાવ કેળવવાં, અને તે પછી એમના આશ્રયે, એમના
૩૬૫