________________
અઢાર પાપસ્થાનક
અસદર્શનનો પ્રભાવ જોવા મળે છે. આમાં બને છે એવું કે અનાદિકાળથી જીવને અસદ્દર્શનનો જ પનારો પડેલો છે, અને તેના મારફત જીવ સંસારના શાતાના નિમિત્તો પ્રતિ આકર્ષાયેલો રહેલો હોય છે, તેવા સંજોગોમાં તેને શાતાની પાછળ પાછળ આવતી અશાતા નજરે પડતી નથી. એટલે સદ્દર્શનના સદ્ભાવથી જે કંઈ પુણ્ય બંધાય છે તેને લીધે શાતાના ઉદયો તેને આકર્ષવા લાગે છે, અને પૂર્વ મહાવરાને કારણે એ જીવ શાતાના આકર્ષણ પાછળ આંધળી દોટ મૂકે છે. અને મળેલા સદર્શનના સદ્ભાવને ધોઈ નાખી, અસ સત્ માનવાની ભૂલ ફરી ફરી કરતો રહે છે. અસહ્ના આવા અદમ્ય આકર્ષણથી જીવ છૂટે તો જ તે પૂર્વનાં બધાં પાપસ્થાનોથી છૂટી શકે. જ્યાં સુધી મિથ્યાદર્શનનો ત્યાગ ન થાય ત્યાં સુધી સન્દર્શન ફળવાન થઈ શકતું નથી.
આ ભાવને વિસ્તારથી સમજીએ તો ખ્યાલ આવે છે કે આ એક પાપસ્થાનકનો વિસ્તાર એટલે આખો સંસાર. આ પાપસ્થાનક વિશેની સમ્યક્ વિચારણા એટલે સંસારની પરિસમાપ્તિનું નિમિત્ત. આ એક જ પાપસ્થાનકમાં બંને અપેક્ષા સમાઈ જાય છે તે શું આશ્ચર્યકારક નથી? મિથ્યામતિના ઉપદ્રવથી જીવ અઢારે પાપસ્થાન સ્પર્શ છે, આઠે કર્મ ઉત્કૃષ્ટતાએ બાંધી શકે છે. અને તેને સન્મતિમાં રૂપાંતર કરતા જવાથી પાપસ્થાનનો સ્પર્શ ઘટતો જાય છે, આઠે કર્મની નિર્જરા થાય છે અને અંતમાં આત્મા પોતાનાં શુધ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે.
મિથ્યાદર્શનથી અનુભવવા પડતાં શલ્યને સમભાવ તથા કલ્યાણભાવ કેળવવાથી નિવૃત્ત કરી શકાય છે, બીજી બાજુ મમત, દુરાગ્રહ, અભિનિવેશ, અવિનય અને મતાગ્રહ ત્યાગતા જવાથી સ્વસ્વરૂપની અનુભૂતિ નજીક આવતી જાય છે.
જીવમાં જેમ જેમ ગુણો વધતા જાય તેમ તેમ તેની પાપ પ્રવૃત્તિ ઓછી થતી જાય છે. એટલે કે ઓછાં ને ઓછાં પાપસ્થાનકોનાં પાપ બાંધતો જાય છે. પહેલા મિથ્યાત્વ ગુણસ્થાને સંજ્ઞી પંચેન્દ્રિયપણામાં જીવ અઢારે પાપસ્થાનકને સ્પર્શી ઉત્કૃષ્ટ કર્મબંધ કરી શકે છે. તે પછીથી બીજા ગુણસ્થાનથી શરૂ કરી આઠમા અપૂર્વકરણ ગુણસ્થાન સુધી જીવ અંત:ક્રોડાકોડી સાગરોપમ સુધીનો જ કર્મબંધ કરે છે, તેથી વિશેષ કાળનો કર્મબંધ કરતો નથી, એટલે કે આ પાપસ્થાનકોએ વર્તતી અશુભ પ્રવૃત્તિમાં તેને ક્રમે
૩૬૩