________________
અઢાર પાપસ્થાનક
તે જીવ જ્યારે સ્મરણ કે ક્ષમાપનામાં મંદતા અનુભવે ત્યારે પ્રાર્થનાનો આશ્રય કરે છે. તેમ છતાં આ ગુણસ્થાનોએ મુખ્યતાએ ક્ષમાપના તથા પ્રાર્થના એકબીજામાં ભળી જાય છે. તે જીવ થયેલા દોષોની ક્ષમા માગી, આવા દોષો ફરીથી ન થાય તે માટે પ્રાર્થતો રહે છે. તેની વર્તનાના અનુસંધાનમાં પ્રાર્થના ક્ષમાપનાની માત્રા બદલાતી રહે છે. તેનાં આત્મસ્મરણ અને આત્માનુભવ અનુક્રમે વધતાં જાય છે, અને તેથી ધીમે ધીમે તે જીવ સાતમા ગુણસ્થાનની ઉત્કૃષ્ટતા સુધી પહોંચે છે.
આથી આગળ વધી આત્મા ક્ષપક શ્રેણિ શરૂ કરે છે ત્યારે તેનાં પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ સૂક્ષ્મ રૂપ ધારણ કરતાં જઈ એકમેકમાં ભળતાં જાય છે. અને છેવટે તે એકરૂપ થઈ પૂર્ણતા સુધી પહોંચે છે. આ રીતે પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણ એ ત્રણેનો લાભ જીવ પોતપોતાની રીતે અને પોતાની દશા અનુસાર મેળવી લેતો રહે છે. આ પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણનું સ્વરૂપ વિસ્તારથી સમજવા યોગ્ય છે.
૩૬૯