________________
અઢાર પાપસ્થાનક
પોષવા માટે નાનામાં નાના જૂઠથી શરૂ કરી મહાબંધનકારક અસત્ય સુધીનો આશ્રય પણ તેના મિથ્યાદર્શનને કારણે લઈ લે છે. આવી જ મિથ્યામતિને કારણે તે જીવ ધૂળ જેવી નાનામાં નાની તથા મૂલ્યરહિત વસ્તુથી માંડીને મહામૂલ્યવાન રત્નોની ચોરી કરવા સુધીનું પાપ આચરે છે. મિથ્યાવસ્તુમાં સુખ માનવાને કારણે તે જીવ આત્માને અવગણી, દેહસુખમાં રાચતા રહેવા માટે પરસ્ત્રી ગમન તથા જે નીતિવિરુધ્ધ છે તેવા મૈથુનને અતિ રાગ તથા રૌદ્ર પરિણામથી સેવા કરે છે. વળી, તે જ મિથ્યામતિના પ્રભાવથી ત્રણ લોકના સામ્રાજ્ય જેટલો પરિગ્રહ પણ તેને નાનો લાગે એવી બળવાન પરિગ્રહ બુદ્ધિ રાખી પાપ પ્રવૃત્તિની સંતતિ ચલાવ્યા જ કરે છે. જેના થકી તેના પર કર્મનો અસહ્ય બોજ આવી જાય છે.
ક્રોધ, માન, માયા તથા લોભ જેવા બળવાન કષાયો આત્માને તેના ગુણથી કેવો વંચિત કરે છે તે હકીકતથી બિનવાકેફ મિથ્યામતિ જીવ આ કષાયોને અતિ રૌદ્ર પરિણામે સેવતાં જરાય અચકાતો નથી, એટલું જ નહિ પણ, તેમ કરવામાં પોતે કંઇક સારું કરે છે એવી મિથ્યાવૃત્તિને પાળીપોષી આ પાપસ્થાનકની તે એકાંતે આરાધના કરતો રહે છે. આવા ઉગ્ર કષાયોની સાથોસાથ તે જીવ પોતે જેને ઇષ્ટ માન્યા છે તેવા સંસારી પદાર્થોમાં ચોક્કસ પ્રકારનો રાગ અને અન્ય પદાર્થો પ્રતિ ઉગ દ્વેષ ધરાવતો થાય છે. તેમ કરવામાં પણ તેને તેની મિથ્યામતિ ગેરમાર્ગે દોરી જઈ અનિષ્ટને ઇષ્ટ મનાવે છે અને ઇષ્ટને અનિષ્ટ મનાવે છે. એટલે કે તેને માટે કલ્યાણકારી હોય તેવાં તત્ત્વોને તે અકલ્યાણકારી કહ્યું છે, અને જે ખરેખર અહિતકારી હોય તેવાં તત્ત્વોને તે હિતકારી માની પોતાના રાગદ્વેષને બળવાન કરી મહાપાપ ઉપાર્જતો રહે છે.
આવી અનિષ્ટ મિથ્થામતિથી દોરવાઇને તે જીવ કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય તથા પરપરિવાદ જેવી નિંદનીય, આત્માને નીચે પછાડનારી પ્રવૃત્તિઓમાં સતત રત બની, મહામોહનીય કર્મને ઉત્કૃષ્ટતાએ બાંધે છે. આ બધી પ્રવૃત્તિઓને સાથ આપે છે રતિ-અરતિ ભાવ અને માયામૃષાવાદ. આ બધાંનાં વમળોની વચ્ચે જીવની કલ્યાણ સંબંધી વ્યાખ્યા ઊલટી જ બંધાય છે, જેના પરિણામે પહેલાં સત્તર વાપસ્થાનક ઊભા થાય છે. પરંતુ આ મિથ્યા સમજણ જો સમ્યક્ થાય તો બધા સ્થાનકોએ બંધાતા પાપ
૩૬૧