________________
અઢાર પાપસ્થાનક
હોવાથી સહેલાઇથી કરી શકે છે. મૃષા બોલવા અને આચરવામાં જીવ ત્રિકરણ યોગે સહેલાઇથી પ્રવર્તી શકે છે, અન્ય ચાર પ્રકારમાં અંશે અલ્પપણું આવે છે. હિંસા, ચોરી, મૈથુન અને પરિગ્રહની સાથે માયા કરવાથી કષાયોનું જે વર્ધમાનપણું થાય છે તેના કરતાં વિશેષ વર્ધમાનપણું મૃષા સાથે માયા કરવાથી આવે છે તે કારણે તેનું ભયસ્થાન સ્પષ્ટ કરવા શ્રી પ્રભુએ આ પાપસ્થાનક જુદું વર્ણવ્યું હોય તેમ જણાય છે.
માયા અને મૃષાના જોડાણથી મોહનીય તથા જ્ઞાનાવરણ તો બંધાય જ છે, પણ તેના સંયુક્ત કાર્યને લીધે અન્યની દુભવણી વિશેષતાએ થતી હોવાથી દર્શનાવરણ કર્મ બંધાવામાં જરાય પાછળ રહેતું નથી. આ પાપસ્થાનકે થતી પ્રવૃત્તિ સદંતર આત્મશુદ્ધિની વિરુધ્ધ હોવાથી તે પ્રવૃત્તિ જીવને અંતરાય કર્મના બોજા હેઠળ દબાવી દે છે. અશુભ પ્રવૃત્તિના જોરને કારણે અશાતા વેદનીય અશુભ નામકર્મ અને નીચ ગોત્ર ઘાતકર્મ બંધનના પહેરદાર બની સદાય માટે હાજર જ રહે છે.
આ પાપકર્મથી બચવા જીવને ત્રિકરણ યોગે સત્યનો આશ્રય કર્તવ્ય છે. જેમ જેમ સત્યના આરાધનની ભાવના બળવાન થતી જાય છે તેમ તેમ જીવ અશુભ પ્રવૃત્તિઓથી છૂટી સત્ પ્રતિ વળતો જાય છે. કેટલાંક પાપ એવાં છે કે જે માત્ર મન, વચન કે કાયામાંથી કોઈ પણ એકથી થઈ શકે છે, કેટલાંક પાપ કરવા માટે જીવે છે યોગનો ઉપયોગ કરવો પડે છે, અને અમુક પાપ એવાં છે કે જે ત્રણે યોગ એકત્રિત કર્યા વિના સેવી શકાતાં નથી. તેમ છતાં સર્વ પાપસ્થાન એવાં છે કે જે ત્રણે યોગને એકત્રિત કરીને પણ ભોગવી શકાય છે. જે પ્રવૃત્તિ ત્રણે યોગને એક સાથે પાપપ્રવૃત્તિમાં જોડીને થઈ શકે છે તે પાપસ્થાનક કહેવાય છે. જેમાં ત્રણ કરતાં ઓછા યોગથી પાપ થઈ શકતું હોય તેમ કરવામાં પાપની માત્રા ઓછી થાય છે, અને જેમાં ત્રણે યોગની જરૂરત રહે છે તેમાં વિશેષ પાપબંધ થાય તે સમજાય તેવી બાબત છે.
એમાં રહેલી અપેક્ષાઓનો વિચાર કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે હિંસા, મૃષા, ચોરી, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ અને રતિ અરતિ પાપસ્થાનમાં ઓછામાં ઓછા એક યોગથી પણ કાર્ય સધાય છે, અને બે કે ત્રણ યોગના ઉપયોગથી પણ આ પાપસ્થાન સેવી શકાય છે. રાગ, દ્વેષ તથા કલહ પાપસ્થાન સેવવા માટે
૩પ૯