________________
કેવળી પ્રભુનો સાથ
બાંધે છે. બીજા સર્વ પ્રસંગોમાં એક ભાવની તીવ્રતાને કારણે જીવ બંધાતો હોય છે, ત્યારે આ પાપસ્થાનકે બે પ્રકારના ભાવોનું મુખ્યપણું આવે છે – માયાનું અને મૃષાનું. જેના પરિણામે સર્વ ઘાતકર્મોના સ્થિતિ અને રસ તીવ્ર અને મોટા થઈ જાય.
આ પાપસ્થાનક મુખ્યતાએ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય સેવતા હોય છે. કારણ કે જ્યાં સુધી વીર્ય જોરદાર ન હોય, કે સંજ્ઞાની ખીલવણી ઉત્તમ ન હોય ત્યાં સુધી જીવ માયા અને મૃષાની મેળવણી કરી સ્વાર્થ સાધવાની પ્રવૃત્તિ કરી શકતો નથી. આ બંને મનુષ્યમાં સારી રીતે હોય છે, અને તેમાં તેની દુવૃત્તિઓ ભળતાં તે આ પાપસ્થાનકની પ્રવૃત્તિ કરવા માંડે છે. આ કાર્ય કરવું દેવો માટે પણ શક્ય છે, પરંતુ કલ્પવાસી આદિ દેવોને જીવનની સુવિધા વધારે રહેતી હોવાથી તેમને મનુષ્યની જેમ આ કૃત્ય કરવાની લાલચ થતી નથી, પરંતુ ભવનપતિ આદિ નીચલી કક્ષાના દેવો પૂર્વની અતૃપ્ત વાસનાઓ પૂરી કરવા માટે આ પાપસ્થાનકનું અમુક અંશે સેવન કરતા હોય છે. પરંતુ ઉચ્ચ કક્ષાના દેવો આવી અધમવૃત્તિમાં ક્યારેય જતા નથી. વળી, માનવીઓમાં પણ સમકિતી મનુષ્યો સરળતા અને અન્ય ગુણો વિકસાવવા પ્રતિ ઝોક ધરાવતા હોવાથી આવી પાપપ્રવૃત્તિ કરતા નથી, બલ્ક પોતાને મળેલ વીર્ય તથા સંજ્ઞાની શુદ્ધિનો ઉપયોગ આત્મશાંતિ તથા આત્મશુદ્ધિ વધારવા માટે કરતા રહે છે. અને જો કોઈ મનુષ્ય પૂર્વકર્મના બળવાન ઉદયને કારણે આ પાપસ્થાનકમાં ફસાય તો તેને સમકિતથી વિમુખ થવાનો પ્રસંગ પણ આવે. એવાં ભયંકર પાપકર્મ માયામૃષાવાદથી જીવને બંધાઈ જાય છે. તિર્યંચ તથા નરક ગતિમાં આ પાપસ્થાનક ખાસ કરીને સેવાતું નથી, કારણ કે તેમનું એ માટેનું વીર્ય જ પ્રમાણમાં ઓછું પડે છે. આ બંને ગતિઓમાં જીવ પૂર્વના અશુભ કર્મોને મુખ્યતાએ ભોગવે છે. અને તેમાં જ ઘણું વીર્ય વપરાઈ જતું હોવાથી આ પાપDાનક સેવવા જેટલું વીર્ય તેમને બચતું નથી.
હિંસા, ચોરી, મૈથુન અને પરિગ્રહ પાપસ્થાન સેવવામાં જીવને પોતા સિવાય અન્ય જીવની અપેક્ષા રહે છે, એટલે સામા જીવના પ્રત્યાઘાતને કારણે તે પાપસ્થાનકના સેવનમાં જીવનું સ્વાધીનપણું અંશે ઓછું થાય છે, ત્યારે મૃષા બોલવા કે આચરવામાં અન્ય જીવની એ પ્રકારની અપેક્ષા રહેતી ન હોવાથી એ પાપ જીવ સ્વાધીનતા જાળવતો
૩૫૮