________________
કેવળી પ્રભુનો સાથ
મોહનીયની કુલ ૨૮ પ્રકૃતિને મહાત કરવા શ્રી પ્રભુએ ચોથાથી સોળમા સુધીના તેર પાપસ્થાનક બતાવ્યાં છે, જે મોહનીય કર્મની બળવત્તરતા અને તેનો નાશ કરવાની અતિ જરૂરિયાત સ્પષ્ટ કરે છે. ચોથા મૈથુન પાપસ્થાનકમાં દર્શનમોહની મિથ્યાત્વ પ્રકૃતિ અને ત્રણ વેદને જીતવાની જરૂરિયાત બતાવી છે, પાંચમાં પરિગ્રહ પાપસ્થાનમાં ચારે કષાયો અને નવ નોકષાય જીવનમાં કેવો તરખાટ ઊભો કરે છે તે વર્ણવી ચારિત્રમોહની પચીસે પ્રકૃતિ તોડવા જણાવ્યું છે. ત્યાંથી આગળ વધી એક એક સ્વતંત્ર કષાયની દુવૃત્તિઓનો પરિચય કરાવવા ક્રોધ, માન, માયા તથા લોભ કષાય માટે સ્વતંત્ર પાપસ્થાનક બતાવી ૬ઠાથી ૯મા પાપસ્થાનક ગૂંથ્યા છે. તે પછીના બે પાપસ્થાનક ૧૦, ૧૧ માં બે બે કષાયના જોડકા-રાગદ્વેષ-માં જીવને માટે કેવા ભયસ્થાનો છે તે વર્ણવ્યું છે. અને તે પછીના ચારે કષાયોના જુદા જુદા મિશ્રણથી કેવી દુર્ઘટના થઈ શકે છે તેનો ચિતાર ૧૨ થી ૧૫ એ ચાર પાપસ્થાનમાં આપ્યો છે. સોળમા રતિ-અરતિ પાપસ્થાનમાં સર્વ નોકષાયની પાપપ્રવૃત્તિ સમજાવી છે. આમ કષાય નોકષાય ક્યાં ક્યાં બંધાય છે તે જણાવવા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય અને પરપરિવાદ ઉપરાંત રતિ-અરતિ મળીને અગ્યાર વાપસ્થાનો વર્ણવ્યા છે. જે મોહનીયની કેવી બળવત્તરતા છે તે આપણી પાસે સ્પષ્ટ કરે છે.
સત્તરમું પાપસ્થાનક માયામૃષાવાદ પહેલાં ત્રણ પાપસ્થાનક સિવાયનાં પાપસ્થાનકો મોહનીય કર્મની જુદી જુદી પ્રકૃત્તિના મિશ્રણથી ઉત્પન્ન થતાં પાપસ્થાનો છે, અને પહેલાં ત્રણ પાપસ્થાનો જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મને લગતાં પાપસ્થાનો છે. ત્યારે આ પાપસ્થાનમાં મૃષા અને માયા એ જુદા જુદા ઘાતકર્મના મિશ્રણથી ઉદ્ભવતું પાપસ્થાનક છે. માયામૃષાવાદ એટલે કપટ સહિત મોહથી જૂઠું બોલવું. માયાના રાગ તથા કપટ એ બંને અર્થને સમાવી મૃષા બોલવું કે આચરવું તે માયામૃષાવાદ છે.
કોઇક ચીજનો બળવાન લોભ મનમાં વસ્યો હોય ત્યારે જીવ કપટ અને અસત્યનો આશ્રય લઈ સ્વાર્થ સાધવાની પ્રવૃત્તિ કરે છે. આવા મિશ્ર ભાવો સાથેની અનર્થકારી
૩પ૬