________________
કેવળી પ્રભુનો સાથ
ક્રમે વિશેષ મંદતા થતી જાય છે. અંત:ક્રોડાકોડી સાગરોપમથી અધિકો બંધ માત્ર પહેલા ગુણસ્થાને જ થાય છે. જીવ આત્મશુદ્ધિના માર્ગમાં જેમ જેમ આગળ વધતો જાય છે, તેમ તેમ એ પાપસ્થાનોમાં તેના ભાવોની તીવ્રતા મંદ થાય છે, મંદતર થાય છે, મંદતમ પણ થાય છે. અને ક્ષપક શ્રેણિમાં કષાયોનું મંદપણું અત્યંત થતું હોવાથી તે કષાયોની ગણતરી કરવાની પણ જરૂર રહેતી નથી.
ગુણસ્થાનની રચના મોહનીય કર્મના ક્ષયોપશમને આધારે કરવામાં આવી છે. પહેલા ગુણસ્થાને ત્રણ યોગ ધરાવનાર જીવ અઢારે પાપસ્થાનક ઉત્કૃષ્ટતાએ એવી શકે છે. બીજા ગુણસ્થાનનો સમય ઘણો અલ્પ છે, અને ત્યાં અનંતાનુબંધી કર્મનો ઉદય હોવાથી પરિગ્રહ અને અબ્રહ્મ પાપસ્થાન સેવાય છે. તે સિવાયના કષાયો ત્યાં હોતા નથી તેથી અન્ય પાપસ્થાનક આવતા નથી. ત્રીજા ગુણસ્થાને મિશ્રભાવ રહેતા હોવાથી પહેલા પાંચ પાપસ્થાનક અને કષાયના ચાર સ્થાનના પાપ બંધાય છે. તે પછીનાં રાગદ્વેષ આદિ સામાન્યપણે બંધાતા નથી. ચોથા ગુણસ્થાને આવતાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય દબાય છે અથવા ક્ષય પણ થાય છે. તેથી લગભગ પહેલાં અગ્યાર પાપસ્થાનકનો સ્પર્શ થાય છે. તે પછી અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાયોનો ઉદય પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાને જતો હોવાથી રાગ દ્વેષ કષાયોના પાપસ્થાનક સ્પર્શાવા ઘટી જાય છે. છટ્ટે પહેલા નવ પાપસ્થાનક રહે છે. અને તે બધાં પાપસ્થાનક ક્રમથી ઓછાં થતાં જઈ કષાયના ક્ષય સાથે અઢારે દુષણોથી આત્મા વર્જીત બને છે.
અઢારમું મિથ્યાદર્શન શલ્ય અને પહેલાં પાંચ પાપસ્થાનક એકથી પાંચ ઇન્દ્રિય સુધીના પહેલા ગુણસ્થાને વર્તતા તમામ જીવો સ્પર્શે છે. અને એકથી અગ્યાર પાપસ્થાનક મિથ્યાત્વ ગયા પછી પણ પ્રત્યેક છદ્મસ્થ જીવ સ્પર્શતો રહે છે, માત્રા ઘણી ઘટતી જાય છે.
એકેંદ્રિયરૂપે રોગાદિના જીવાણુ બની અન્યને પીડા પહોંચાડવી તે હિંસા. આ પરવશપણે થતી પ્રવૃત્તિ મૃષાનું આચરણ કરાવે છે. તેને લીધે કર્મપરમાણુઓ ગ્રહણ કરી બીજાની શાતા છીનવે છે તે ચોરી. અનુકૂળ સ્પર્શાદિની અવ્યક્ત પ્રિયતા તે મૈથુન સંજ્ઞા અને જોરદાર અવ્યક્ત દેહાધ્યાસ તે પરિગ્રહ. આ જીવોને બીજી એકપણ
3६४