________________
કેવળી પ્રભુનો સાથ
ઓછામાં ઓછા બે યોગની જરૂર પડે છે, ત્રણથી પણ સેવાય પણ માત્ર એક યોગથી આ પાપસ્થાનક સેવાતું નથી. ત્યારે બાકીના મૈથુન, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરંપરિવાદ અને માયામૃષાવાદને સેવવા માટે વધતી ઓછી માત્રામાં ત્રણે યોગના જોડાણની જરૂરત રહે છે. આ સત્તરે પાપસ્થાનકના સરવાળારૂપ અઢારમું પાપસ્થાનક છે જે સમકિત પામ્યા પહેલાં સર્વ જીવ સેવતા જ હોય છે અને તે ત્રણે યોગ વાપરે તે સમજાય તેવું છે.
અઢારમું પાપસ્થાનક મિથ્યાદર્શનશલ્ય મિથ્યાદર્શન શલ્ય વિશે વિચાર કરતાં સમજાય છે કે પ્રથમનાં સત્તરે પાપાનનો સરવાળો છે. સંસારના પરિભ્રમણથી પૂર્ણતાએ છોડાવનાર જે વીતરાગદર્શન છે તેના પ્રત્યેની અરુચિ, અભાવ, તેમાં શંકાદિની વિપરીત પ્રરૂપણા વગેરે મિથ્યાદર્શનમાં સમાય છે. જે દર્શન અર્થાત્ જાણકારી આત્મા માટે અહિતકારી હોવા છતાં હિતકારી જણાય અને હિતકારી હોવા છતાં અહિતકારી લાગે તે મિથ્યાદર્શન છે. તેથી જ સંસારની વૃદ્ધિ કરે એવી પ્રવૃત્તિમાં જોડનાર દર્શન (મત) પ્રત્યેની જીવની રુચિ, સભાવ, આસ્થા વગેરે ભાવ, એ ભાવોની મંડનરૂપ પ્રરૂપણા ઇત્યાદિ પણ મિથ્યાદર્શનમાં સમાવેશ પામે છે. શલ્ય એટલે કાંટો. કાંટો વાગે ત્યારે જીવને અત્યંત પીડા થાય છે, કષ્ટનો અનુભવ કરવો પડે છે. એ જ રીતે મિથ્યાદર્શનરૂપી કાંટો જ્યારે આત્માને વાગે છે ત્યારે તેનાં અનેકવિધ સંસારી કષ્ટો વધી જાય છે, અને આત્માર્થે ભોગવવા પડતાં કષ્ટોનો તો પાર જ નથી હોતો. સમજપૂર્વક, ઇચ્છાપૂર્વક, આત્માના બંધન વધી જાય એવી પ્રવૃત્તિ જ્યારે જીવ કરે છે ત્યારે તેને આ પાપસ્થાનકનો મુખ્યતાએ બંધ થાય છે.
જીવ જ્યારે અવળા માર્ગદર્શનથી પ્રવર્તે છે ત્યારે તેને સંસારમાં જ સર્વસ્વ સમાતું હોય એમ જણાય છે, પરિણામે પોતાની ઇચ્છાઓ પૂરી કરવા માટે જીવ હિંસામાં જોડાય છે. તે જીવ એકેંદ્રિયથી શરૂ કરી સંજ્ઞીપંચેન્દ્રિય સુધીના જીવોની પણ મુષ્ટિ પ્રહારથી માંડીને પ્રાણ હરવા સુધીની હિંસામાં પ્રવર્તતાં અચકાતો નથી. તેમાં પણ તેને મિથ્યાત્વનું જોર વધારે હોય તો તે જ્ઞાનીમહાત્મા અને પુરુષોની નિંદા કરવામાં, તેમનું અપમાન કરવામાં કે તેમનો ઘાત કરવામાં પાછો પડતો નથી. પોતાના સંસારીભાવને
૩૬૦