________________
કેવળી પ્રભુનો સાથ
સોળમું પાપસ્થાનક રતિ-અરતિ રતિ એટલે સંસારમાં શાતા આપતા પદાર્થોના સંયોગમાં અને ભોગવટામાં જીવને જે પ્રકારનું પોતાપણું તથા આસક્તિ વેદાય છે તે, અને અરતિ એટલે તેનાથી વિરુધ્ધનો ભાવ, અર્થાત્ સંસારમાં અશાતા આપતા પદાર્થોના સંયોગમાં જે ઇતરાજીનો અને અણગમાનો ભાવ અનુભવાય છે તે. મોહનીય કર્મની નોકષાયરૂપ જે નવ પ્રકૃતિ છે તેમાંની આ બે પ્રકૃતિ મુખ્ય ગણાય છે. ત્રણ વેદ સિવાયના બાકીના ચારે નોકષાય રતિ-અરતિમાં સમાવેશ પામે છે. હાસ્યાદિ છે નોકષાયથી બંધાતા પાપનો સમન્વય કરી આ સોળમું રતિ-અરતિ પાપસ્થાનક બંધાયું જણાય છે.
ત્રણ વેદ સિવાયના છ નોકષાય એટલે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા. આ નોકષાયો કષાયોને ઉદ્દીપ્ત કરવામાં કાર્યકારી થાય છે. રતિ અરતિનો વિચાર કરતાં બાકીના ચાર નોકષાય તેમાં કેવી રીતે સમાવેશ પામે છે તે જાણવું રસિક છે.
જીવને મનથી થતો પદાર્થનો ગમો તે રુચિ કે રતિ; અને મનથી થતો અણગમો તે અરુચિ કે અરતિ છે. બીજી રીતે કહીએ તો પૌગલિક વસ્તુના સંયોગમાં લુબ્ધતા અનુભવાય તે રતિ અને અપાકર્ષણ અનુભવાય તે અરતિ. આમ જગતના પદાર્થોમાં જીવને માટે કેટલાક પદાર્થો અનિષ્ટ હોય છે. ઘણાખરા જીવોને ઇષ્ટનો સંયોગ તથા અનિષ્ટનો વિયોગ અનુકૂળ લાગે છે, તથા ઇષ્ટનો વિયોગ તથા અનિષ્ટનો સંયોગ દુ:ખદાયી લાગતો હોય છે. મહાજ્ઞાની મહાત્માઓ જ ઇષ્ટ અનિષ્ટની પ્રાપ્તિમાં તથા અપ્રાપ્તિમાં સમ રહી શકે છે.
જીવને ઇષ્ટનો સંયોગ તથા અનિષ્ટનો વિયોગ થાય ત્યારે વેદાની અનુકૂળતામાં તે હાસ્ય-હર્ષનું વેદન કરે છે, અને તેમાંથી નિષ્પન થતી પ્રસન્નતા તે સરળતાભરી રીતે અભિવ્યક્ત કરે છે. આ હાસ્ય કષાયનું જમાપાસું છે. એ જ રીતે જીવ ઇષ્ટના વિયોગમાં તથા અનિષ્ટના યોગમાં પ્રતિકૂળતા વેદે છે, અને આ વેદન તે ઘણીવાર બીજા પ્રતિ વ્યંગ કે કટાક્ષ કરી વ્યક્ત કરે છે. તેમ કરવામાં હાસ્યનું ઉધાર પાસે વ્યક્ત થાય છે, જે હાસ્ય કષાયનો જ પ્રકાર છે. આ પ્રકારે રતિ-અરતિ નોકષાયમાં હાસ્યના શુભાશુભ
૩૫૪