________________
કેવળી પ્રભુનો સાથ
પંદરમું પાપસ્થાનક પરપરિવાદ ઘણીવાર મોહમાયા તથા દુષણોમાં વિશેષતાએ રાચતા જીવોને પૈશુન્ય કાર્ય કરવાથી સંતોષ થતો નથી. જેના માટે દ્વેષભાવ વર્તે છે, તેનું આનાથી પણ વધારે અહિત કરવાની વૃત્તિ તેનામાં સળવળ્યા જ કરે છે. આ વૃત્તિ તેને વિશેષ અશુભ કાર્ય કરવા દોરે છે. પરિણામે તેને જેના માટે શ્રેષ પ્રવર્તે છે તેના માટે તે જીવ જાહેરમાં, મોટા સમૂહમાં અનેક પ્રકારે તેના અવર્ણવાદ બોલી, તેને ખરાબ ચિતરી તેની નિંદા કરે છે કે જેથી તે જનસમૂહમાં ખૂબ અળખામણો થઈ જાય. તે જીવનું ખૂબ અહિત કરવાના બળવાન ઇરાદાથી જાહેરમાં, મોટા સમૂહની વચ્ચે તેના પર ખોટા આળ ચડાવવાં, તેને માટે અયોગ્ય તથા ખરાબ વિશેષણો વાપરી તેની બદબોઈ કરવી તે પરપરિવાદ પાપસ્થાનકનું કાર્યક્ષેત્ર છે. આ અવગુણ બીજા માટેની ઇર્ષામાંથી જન્મ પામે છે.
કોઈનું સારું થતું હોય તે સહન ન થાય, તેનાથી પોતાનું કંઈ અહિત થયું હોય તો તેના બદલામાં તેનું ઘણું વધારે અહિત થાય, તેની ઘણી ઘણી બેઇજ્જતી થાય એવા ભાવથી જાહેરસમૂહમાં તેના અવગુણ ગાવા તેનું નામ પરપરિવાદ પાપસ્થાનક છે. બીજાની નીચતા થાય, પડતી થાય એવા ભાવ રાખવા તે ઇર્ષાભાવ છે. આ ઇષ માન તથા દૈષના (ક્રોધ + માન) મિશ્રણમાંથી જન્મે છે. ઇર્ષાભાવને ફળવાન કરવા માયા તથા મૃષાનો આધાર લઈ તે જીવ તેની મોટા સમૂહમાં અવહેલના થાય તેવો લોભ ભેળવી પ્રવૃત્તિ કરે છે. આમ ચારે કષાયના સરવાળામાંથી પરપરિવાદ પાપસ્થાનકનો ઉદ્ભવ થાય છે. ચારે કષાયના જોરવાળી પ્રવૃત્તિથી ભયંકર મોહનીય કર્મ બંધાય છે. રાજકારણીઓમાં આવી પરંપરિવાદથી ભરેલી પ્રવૃત્તિ ઘણા મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે. અને તેના આધારે તો કહેવત રચાઈ છે કે “રાજ્યશ્રી તે નરકેશ્રી'. વિના મર્યાદા પરપરિવાદ કરવાથી અનેક જીવોની ખૂબ દુભવણી થતી હોવાથી દર્શનાવરણ કર્મ પણ એવું જ સમર્થ બંધાય. અસત્ તત્ત્વમાં જ સુખબુદ્ધિ રમતી હોવાથી, બીજાને હલકા બતાવવામાં સુખ હોવાની માન્યતાને કારણે તેને જ્ઞાનાવરણ પણ કંઈ નબળું બંધાતું નથી. અનેકોને ગેરમાર્ગે દોરી સ્વ તથા પરના આત્માને સ્વરૂપ વિમુખ કરવાથી અંતરાય કર્મ પણ પાછળ રહી જતું નથી. વળી આ વિમુખતા સંસારી શાતા બાબતમાં
ઉપર