________________
કેવળી પ્રભુનો સાથ
જીવ બાંધી નાખે છે. આ રીતે પૈશુન્ય કાર્યમાં ઓછામાં ઓછા ત્રણ જીવ સંડોવાયેલા રહે છે અને એકબીજાને અશુભ બંધનું કારણ બને છે.
માન અને ક્રોધ કષાયને જ્યારે માયા કષાય દોરવણી આપે છે ત્યારે પશુન્ય પાપસ્થાનક અસ્તિત્વમાં આવે છે. એક જીવ પ્રતિ બીજા જીવને ક્રોધ વર્તતો હોય, અને તેને તેનાથી પોતાનું માન ઘવાતું લાગતું હોય, તેથી તે જીવ પોતાનું માન પોષવા પોતાના માનઘાતના નિમિત્ત રૂપ પહેલા જીવ પર આરોપ નાખે, તેની નિંદા કરે. આમ ક્રોધ તથા માનનું મિશ્રણ થાય. તે નિંદાદિનું છતાપણું ત્રીજા જીવ પાસે મૂળવ્યક્તિની ગેરહાજરીમાં કરવામાં આવે ત્યારે નિંદક જીવ માયા કષાયનો આશ્રય કરીને આળ ચડાવતો હોય છે. વળી, મૂળ વ્યક્તિ હાજર ન હોવાથી પોતાનો બચાવ કરી શકે નહિ, સામા જીવને સત્ય વસ્તુનો ફોડ પાડી શકે નહિ, પરિણામે તે જીવ બીજાની અશુભ પ્રવૃત્તિનો ભોગ બને. આ રીતે એક જીવ જેને બીજી વ્યક્તિ માટે શ્રેષ છે, તેને હલકો પાડવા, તેને નીચાજોણું કરાવવા કોઈ ત્રીજા જ જીવ પાસે તેની નિંદા કરી ચાડી ખાતો હોય છે. આ રીતે બદબોઈ કરી ત્રીજી વ્યક્તિને આ પાપકર્મ કરવામાં સંડોવી પૈશુન્ય પાપસ્થાનક સિદ્ધ કરે છે. આ રીતે પૈશુન્ય પાપસ્થાન એક કરતાં વધારે જીવોને પાપકાર્યમાં ધકેલી કર્મના પાશમાં બરાબર જકડે છે.
આ સ્થાને મોહનીય કર્મના એક સાથે ત્રણ કષાયો કામ કરતા હોવાથી તે કર્મ તો બંધાય જ છે, જેવા રસનો ઉદય તેવા રસથી નવો કર્મબંધ થાય છે. એમાં માયાકપટનું જોર વધતું હોવાથી મોહનીય કર્મના બંધની તીવ્રતા થાય છે. પૈશુન્ય પાપકાર્યમાં બેથી વધારે જીવો અથડામણમાં આવતા હોવાથી અશાતા વેદનીય સાથો સાથ બંધાય જ છે. આ અથડામણમાં જીવોની વ્યવહારથી દુભવણી થતી હોવાથી દર્શનાવરણ કર્મ જરાય પાછું પડતું નથી. મૃષાના આશ્રયે, પરને હલકો કરવાની જીવની વૃત્તિમાં પરની સુખબુદ્ધિ સમાયેલી રહેતી હોવાથી જ્ઞાનાવરણના બંધમાં જરાય રહેમ થતી નથી. પૈશુન્યકાર્યમાં સંડોવાયેલા સર્વ જીવ આત્મસુખ અને શાતાથી વંચિત થતા હોવાથી અંતરાય કર્મનો બોજ જીવ પર પડયા વિના રહેતો જ નથી, અને આ સર્વના અનુયાયી તરીકે અશુભનામકર્મ તથા નીચગોત્ર જરાય
૩પ૦