________________
અઢાર પાપસ્થાનક
આ પાપસ્થાનનો આશ્રય કરવાની ભાવના થાય તો એ જ ધીરજ ગુણથી વિચારતાં તેનું તુચ્છપણું અને ભાવિ અશુભ પરિણામની સંભાવના જણાઈ આવતાં તે અકાર્ય કરતાં અટકી જાય છે. વળી, સામાન્યપણે કલહના અનુસંધાનમાં આળ ચડાવવાની પ્રવૃત્તિ આવે છે. તેથી મૈત્રીભાવ પ્રસારી ધીરજ રાખવામાં આવે તો પોતે અને સામો જીવ બંને અશુભ કર્મના પરંપર બંધથી બચી શકે છે.
ચૌદમું પાપસ્થાનક વૈશુન્ય
અભ્યાખ્યાનમાં જીવો સામસામા આળ ચડાવતા હોય છે, ત્યાં એકબીજાની હાજરીમાં અવર્ણવાદ કરવામાં આવે છે. એટલે બંને જીવ કષાયી થઈ પાપબંધમાં સપડાય છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે કોઈનું બળ વધારે હોય ત્યારે બીજો જીવ તેની સામે આવી પાપપ્રવૃત્તિ કરી શકતો નથી, વ્યવહારિક નુકશાન થવાના ભયથી તે જીવ બીજા સામે કષાયની તલવાર ઉગામતાં અચકાતો હોય છે. તેવા સંજોગોમાં તે જીવ સામસામી જીભાજોડીમાં ઉતરવાને બદલે બળવાન જીવની ગેરહાજરીમાં નબળો જીવ કોઈ ત્રીજા જીવ પાસે, જેને સબળા જીવ સાથે અમુક સંબંધમાં શુભાશુભ સંબંધના ઉદય હોય તેવા જીવ પાસે સબળા જીવ માટે ખોટી વાતો કરી પોતાની અશુભ વૃત્તિને સંતોષવાનો પ્રયત્ન કરતો હોય છે. ત્રીજો જીવ આ વાતોમાં આવી જાય, પણ તેને વાતની સત્યાસત્યતાનો લક્ષ ન આવતો હોવાથી, એ વાતોથી દોરવાઈ જઈ સબળા જીવ માટે અશુભભાવ કરતો થઈ જાય, પરિણામે તેને જો પહેલા જીવ સાથે અશુભના ઉદય હોય તો તેને મજબૂત કરે, અને જો શુભના ઉદય હોય તો એ સંબંધમાં ઓટ લાવે. આમ એક વ્યક્તિ બીજી વ્યક્તિ માટે ત્રીજી વ્યક્તિ પાસે બદબોઈ કરે, નિંદા કરે, ખોટી વાતો ફેલાવે અને ત્રીજી વ્યક્તિને પોતાના પક્ષમાં ખેંચવા પ્રયત્ન કરે ત્યારે પૈશુન્ય પાપસ્થાનકનો ઉદય થાય છે. પેશુન્ય એટલે ચાડીચુગલી કરવી. જેની સત્યતા ન હોય એવા આળ એક જીવ પર, તેની ગેરહાજરીમાં અન્ય જીવ સમક્ષ મૂકવા પૈશુન્ય કાર્ય કહેવાય. આવી પ્રવૃત્તિથી ત્રીજો જીવ ચાડીચુગલીને કા૨ણે કલહ તથા અશુભભાવમાં દોરવાઇ જાય છે, અને વિવિધ પ્રકારના વેરભાવના નવા સંબંધો તે
૩૪૯