________________
અઢાર પાપસ્થાનક
અનુસંધાનમાં નક્કી થાય છે. દેવ ગતિમાં કલહનાં નિમિત્તો ઓછાં થાય છે, તેથી ત્યાં સામાન્યપણે આ પાપસ્થાનકના બંધમાં પ્રમાણમાં ઓછા દેવો ફસાય છે.
સમજપૂર્વક જેણે કલહ ટાળવો છે, તેણે પોતામાં મૈત્રીભાવનો ગુણ ખીલવવો જરૂરી બને છે. જે કલહ કરનાર છે તેના પ્રતિ પણ તે મિત્ર હોય તેવો ભાવ દોહરાવવાથી ક્રમે ક્રમે એ અશુભ નિમિત્ત શુભમાં પલટાતા જાય છે, અને જીવને શાતા વેદવાનો અવકાશ મળે છે. શ્રી તીર્થંકર ભગવાન પોતાના અનેક ભવોમાં સહુ જીવો સાથેનો મૈત્રીભાવ વિકસાવતા જતા હોવાથી તેમના ભવોમાં સામાન્ય જીવો કરતાં શાતાના ઉદયો વિશેષ જોવા મળે છે.
તેરમું પાપસ્થાનક અભ્યાખ્યાન
કલહ કરવાની અશુભ પ્રવૃત્તિમાં જીવને જ્યારે ઉણપ લાગે છે, તેને કરેલા અશુભથી સંતોષ થતો નથી, ત્યારે તે અશુભ પ્રવૃત્તિ કરવામાં એક ડગ આગળ વધે છે. થયેલા કલહને કારણે તેનો ક્રોધ તો ભભૂકતો જ હોય છે, તેમાં સામા જીવના નિમિત્તથી તેનું માન પણ ઘવાયું હોય છે. એટલે પોતાના માનને પોષવા અને પોતે કરેલા ક્રોધ કષાયનું સત્યપણું દેખાડવા તે વ્યક્તિ સામા જીવમાં ન હોય એવા દોષનું આરોપણ કરી તેને હલકો પાડવા, નીચો બતાવવા પ્રયત્ન કરે છે. ક્રોધ કષાય સાથે માનભાવનું જોર વધે ત્યારે એક જીવ બીજા જીવ પર આળ ચડાવવાનું અશુભ કાર્ય કરતો હોય છે. આવું અકાર્ય તે અભ્યાખ્યાન. કોઈ જીવ પર અછતા આળ ચડાવવાં તે અભ્યાખ્યાન પાપસ્થાનકનો વિષય છે.
આ પાપસ્થાનકે માન તથા ક્રોધ કષાયનું વર્ચસ્વ રહેતું હોવાથી મોહનીય કર્મનો બંધ જોરદાર થાય તે સમજાય તેમ છે. સામા જીવ પર અસત્યનો આશ્રય કરી આળ ચડાવવામાં આવતું હોવાથી, તેમાં રહેલાં મૃષા વચન અને આચરણને કા૨ણે જ્ઞાનાવરણ કર્મ બંધાયા વિના રહે જ નહિ. જેના પર આળ ચડાવ્યું છે, તેની જોરદાર દુભવણી કરવાના પાપકર્મના ફળરૂપે દર્શનાવરણ કર્મ જીવને જરાય છોડતું નથી. વળી, આવા અકાર્યથી જીવ પોતાના અને પરના આત્માને શાતાથી વંચિત
૩૪૭