________________
અઢાર પાપસ્થાનક
સંજ્ઞી પંચેન્દ્રિયપણામાં મળેલી સ્વતંત્રતાનો ઉપયોગ કરી, વર્તતા અશુભ ભાવોને શુભમાં પલટાવી, અશુભને બદલે શુભ પ્રકૃતિઓ બાંધી, ઘાતીકર્મોનાં બંધ ક્રમથી સૂક્ષ્મ કરતા જઈ જીવ અંતમાં પૂર્ણ શુધ્ધ થઈ શકે છે.
બારમું પાપસ્થાનક કલહ
કલહ એટલે તકરાર. અન્ય જીવ સાથે વેરભાવનો ઉદય થાય ત્યારે જીવ તેના માટે અશુભ ભાવ કરી કષાયને બળવાન કરી વકરાવે છે. વેરનો ઉદય થવાથી, સામસામા વૈમનસ્ય ભરેલા શબ્દોથી અંદ૨નો અણગમો જ્યારે વ્યક્ત થાય છે ત્યારે તે કલહનું સ્વરૂપ ધારણ કરે છે. કલહ અર્થાત્ ઝગડા કે તકરારમાં એકબીજા સામેનો અણગમો જીવ ક્રોધ કષાયની સહાયથી પ્રગટ કરે છે. અને તેમ કરવામાં એકબીજા સામે અયોગ્ય કે અપશબ્દોનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે; આથી કલહ પાપસ્થાનકમાં ક્રોધ કષાયની મુખ્યતા રહી હોય છે. વળી, ક્રોધની સાથે જ્યારે તેમાં માન ભળે છે ત્યારે કલહનું સ્વરૂપ વિપરીત થઈ જાય છે.
કલહ કરનાર સામા જીવને તુચ્છ ગણે છે, તેની કોઈ પ્રવૃત્તિ વિશે બળવાન અણગમો વેદે છે અને તે વ્યક્ત કરવા તુચ્છકારક વચનોનો પ્રયોગ પણ કરે છે. આવા તુચ્છકારવાચક શબ્દોથી કલહનો ઉદ્ભવ થાય છે, આમ આ પાપસ્થાને માન કષાય ગૌણપણે તથા મૌનપણે ભાગ ભજવી જાય છે. કલહમાં બે જીવો સામસામા કષાય કરતા હોવાથી બંનેને મોહનીયના દ્વેષ ઘટકનો જોરદાર બંધ થાય છે, અને તે પણ બેવડા દોરે – પોતે જોરદાર કષાય કર્યા તેનો બંધ અને સામાને કષાય કરવા માટે જોરદાર નિમિત્ત આપ્યું તેનો બંધ પણ થાય છે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ તથા દ્વેષનું વેદન જીવ એકલો એકલો કરી શકે છે, અન્ય જીવના નિમિત્તની હાજરીની જરૂર રહેતી નથી.
આથી આ બધા પાપસ્થાનોએ કષાય કરનાર જીવ જ, એક પોતે જ કર્મબંધ કરે છે, તેમાં બીજા જીવની હાજરી હોવી અનિવાર્ય નથી; ત્યારે કલહ પાપસ્થાનને સિધ્ધ કરવા માટે બે જીવની ઓછામાં ઓછી જરૂરિયાત રહે છે. સાથે સાથે એકબીજાના
૩૪૫