________________
અઢાર પાપસ્થાનક
જીવને નિમિત્ત બનનાર માટે ક્રોધની લાગણી અનુભવાય છે, કે આણે મારી ભાવના પૂરી થવા દીધી નથી. આ ભાવના પૂરી થવી જ જોઇએ એવા તેના ભાવને આથી ધક્કો પહોંચે છે, જે તેના માનભાવનો ભંગ કરે છે. પરિણામે માનભંગના ધંધવાટમાં અકળાવાથી ક્રોધ ભભૂકે છે. આમ રાગના બે ઘટકો લોભ અને માયાને પોષણ ન મળતાં, તેની વહારે દ્વેષના અન્ય બે ઘટકો માન તથા ક્રોધ જાય છે. આમ ચારે કષાયોનો શંભુમેળો સર્જાય છે. જે જીવની અશાંતિ વધારવામાં ઘણો મોટો ભાગ ભજવી જાય છે. રાગ કે દ્વેષની લાગણીમાં બંને ઘટકોની માત્રા સરખી જ હોવી જોઇએ એવું નથી, રાગમાં લોભ અને માયાના ઘટકોનું તરતમપણું રહે છે, અને દ્વેષમાં માન અને ક્રોધના ઘટકોનું તરતમપણું હોય છે. પરંતુ બે કષાયના મિશ્રણથી રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે, અને બંનેમાં પ્રત્યેક કષાયની માત્રા ઓછી વધતી રહેતી હોવાથી રાગ કે દ્વેષના અસંખ્ય પ્રકાર થાય છે. આ પ્રકારના અનુસંધાનમાં તેને કાઢવા માટે જીવે પુરુષાર્થ પણ વિવિધ પ્રકારે કરવાનો રહે તે સમજાય તેવી બાબત છે.
ચારે કષાયો એકબીજાના આધારે તરતમતા સાથે બંધાય છે. અને ક્રમે ક્રમે જીવ પુરુષાર્થ કરે છે ત્યારે તે કષાયો મંદ પણ થતા જાય છે. પરંતુ છેવટે તેનો ક્ષય થવાનો ક્રમ નિશ્ચિત છે. સૌ પ્રથમ ક્રોધ, પછી માન, પછી માયા અને છેલ્લે લોભ કષાય જાય છે. દેશમાં ગુણસ્થાને આ ક્રમથી જ કષાયો ક્ષય થાય છે. આ ચારે કષાયો બંધાય છે તેના વિભાવભાવને લીધે દ્વેષ અને રાગનાં જોડકાં બંધાય છે. એને ભોગવતી વખતે બેવડા કષાયનું જોર રહેતું હોવાથી, કાઢવામાં પણ વિશેષ જોર જીવને વાપરવું પડે છે. જીવ પોતાનાં વીર્યનો ઉપયોગ રાગદ્વેષની ગાંઠને છોડવા માટે કરે છે ત્યારે તે ક્રોધ અને માનના મિશ્રણવાળા દ્વેષ ઉપર પહેલા વિજય મેળવે છે. શ્રેષથી છૂટયા પછી જીવ માયા અને લોભના મિશ્રણરૂપ રાગ ઉપર વિજય પતાકા ચડાવી શકે છે. જીવને કોઈ પદાર્થ પર રાગ હોય તો તેના અનુસંધાનમાં અન્ય પદાર્થ પ્રતિ દ્વેષ હોય વા ન હોય. પરંતુ વૈષ હોય ત્યાં રાગ હોય જ છે. કોઈ વિશેષ પદાર્થ માટેનો રાગ અન્ય સંબંધિત પદાર્થ માટે દ્વેષ જન્માવે છે. એટલે જ્યાં દ્વેષનું અસ્તિત્વ જોવા મળે ત્યાં અન્ય પ્રતિનો રાગ અવશ્ય હોય જ છે, રાગ વિના ઠેષ ઉત્પન્ન થઈ શકતો નથી. રાગ તથા
૩૪૩