________________
કેવળી પ્રભુનો સાથ
આ ચારે પાપસ્થાનકનો વિચાર કરતાં સમજાય છે કે જીવ પાંચ મહાવ્રતમાં સ્થિર થાય એટલે કષાય જય થાય જ એમ નથી. તેના એક એક પ્રકારને સૂક્ષ્મતાએ વિચારી, તેનો ક્ષય કરવા જીવે સતત પુરુષાર્થી રહેવું જરૂરી છે. અને આ પુરુષાર્થનું યોગ્ય મહાસ્ય દર્શાવવા માટે ચારે કષાય માટે એક એક સ્વતંત્ર પાપસ્થાનક શ્રી પ્રભુએ વર્ણવ્યું છે. જીવની આત્મદશા જેમ જેમ સુધરતી જાય તેમ તેમ તે વિશદતાથી પાપસ્થાનકને ઓળખી તેનાથી નિવૃત્ત થતો જાય છે.
દશમું પાપસ્થાનક રાગ
અગ્યારમું પાપસ્થાનક દ્વેષ રાગ એ મોહનીય કર્મનો એક પ્રકાર છે. જીવને કેટલાક સંસારી પદાર્થો માટે કે અન્ય જીવ માટે મારાપણાનો ભાવ થાય છે, તે પદાર્થ કે વ્યક્તિના સંયોગમાં તેને શાતાનું વેદન થાય છે, વિયોગમાં અશાતા વેદાય છે; વળી જેવી લાગણીનું વેદન પોતે કરે છે તેવી જ લાગણી સામો જીવ પણ વેદે એવા પ્રતિભાવની અપેક્ષા પણ તેને રહે છે, તે જીવ પ્રતિ મારો અમુક હકભાવ યોગ્ય છે; આવી આવી લાગણી, જેમાં બદલાની તેને અપેક્ષા રહે છે તેને શ્રી પ્રભુ રાગભાવ તરીકે ઓળખાવે છે. સંસારી પદાર્થોમાં જીવ આ પ્રકારની લાગણી વેદે છે, અને તે પદાર્થ માટે અન્ય કોઇ જીવ મમત્વ બતાવે તો તેના પ્રતિ તે નારાજ થઈ જાય છે. આવી માલિકીભાવની સાપેક્ષ લાગણી તે રાગભાવ. આ રાગભાવ લોભ તથા માયા કષાયના મિશ્રણથી ઉત્પન્ન થાય છે. અન્ય જીવ કે પદાર્થ પોતાના તાબામાં કે સાનિધ્યમાં રહે એવા લોભની સાથે, તેના તરફથી એને અમુક પ્રકારની શાતા કે પ્રતિભાવ મળે એવી અપેક્ષાવાળી માયાનું મિશ્રણ એટલે રાગ. રાગમાં કંઈ કરવા પાછળ અપેક્ષા ભળેલી જ હોય છે. આ અપેક્ષા જો સંતોષાય નહિ તો જીવનો રાગ દ્વેષમાં રૂપાંતર પામી જાય છે. તેને તે વ્યક્તિ કે પદાર્થ માટે અણગમાનો ભાવ જોરમાં જાગે છે.
વૈષ એટલે કોઈ જીવ કે પદાર્થ માટેનું અશુભ ચિંતવન. પોતાની ધારી ઇચ્છા પાર પડે નહિ ત્યારે તેમાં નિમિત્તરૂપ બનનાર પદાર્થ માટે જીવને અણગમાના અશુભ ભાવો અર્થાત્ ક્રોધ કષાય વેદાય છે. જ્યારે જીવનો રાગ પોષાતો નથી, ત્યારે તે
૩૪૨