________________
કેવળી પ્રભુનો સાથ
હોવાથી અનંતાનુબંધીનો જ પ્રકાર બને છે. આ કષાયો જીવનાં સમ્યક્દર્શનને પ્રગટ થવા દેતા નથી અને સમ્યગ્દર્શન વિના સંસારનું પરિમિતપણું સંભવિત નથી.
તેનાથી ઉતરતી કક્ષાના કષાયો તે અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ છે. અપ્રત્યાખ્યાની પ્રકાર એટલે સંયમ કરવા બળવાન પુરુષાર્થ કરે છતાં તે બહેકીને જ રહે તેવો પ્રકાર. અન્ય સંસારી જીવો પ્રતિનો તીવ્ર ક્રોધ તે અપ્રત્યાખ્યાની ક્રોધ. બીજા જીવો કરતાં પોતા પ્રત્યેનો બળવાન માનભાવ કે અન્ય પ્રતિનો બળવાન તુચ્છભાવ તે અપ્રત્યાખ્યાની માન. પોતાના ધારેલા સ્વાર્થને સફળ કરવા ગમે તેવાં કપટ ખેલતાં અચકાય નહિ તે અપ્રત્યાખ્યાની માયા. અને સંસારના સમસ્ત પદાર્થોને મેળવવાની તથા ભોગવવાની ઉગ્ર લાલસા તે અપ્રત્યાખ્યાની લોભ. સમ્યક્દર્શન મેળવ્યા પછી વિશેષ વિકાસ કરવામાં જીવને આ અપ્રત્યાખ્યાન કષાયો વિગ્ન કરતા રહે છે. તેથી જ્યાં સુધી તેનો ઉદય હોય ત્યાં સુધી જીવનો દેશવિરતિ ગુણ પ્રગટતો નથી.
તેનાથી નબળા કષાયો તે પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા તથા લોભ છે. આ કષાયોને જીવ ધારે તો પુરુષાર્થ કરી તાબામાં રાખી શકે છે. અપ્રત્યાખ્યાની કરતાં આ કષાયો મંદતાવાળા છે. સંસારી જીવો તથા પદાર્થો પ્રત્યે પ્રવર્તતા સામાન્ય ઉગ્રતાવાળા કષાયો આ પ્રકારમાં સમાવેશ પામે છે. પ્રત્યાખ્યાની કષાયો જીવના સર્વવિરતિ ગુણને પ્રગટવા દેતા નથી. સંજ્ઞીપંચેન્દ્રિય જીવોને સંસારાવસ્થામાં મુખ્યતાએ અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાયો ઉદયમાં હોય છે.
કષાયોનો સહુથી મંદ પ્રકાર તે સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભ છે. પહેલા ત્રણ પ્રકારના કષાયની જાળમાં ફસાયેલા જીવને આ પ્રકારની ખાસ કોઈ વિશેષ અસર જણાતી નથી, વળી ભોગવવામાં આ કષાય સહુથી હળવા છે. તેમ છતાં આ કષાયો જીવનાં સર્વજ્ઞપણાને પ્રગટ થવાં દેતાં નથી. તેથી સર્વજ્ઞ વીતરાગ થવા માટે જીવે ચારે કષાયથી સંપૂર્ણ છૂટવું અનિવાર્ય છે.
આ ચારે કષાયોની તીવ્રતા મંદતાના આધારે અન્ય સાતે કર્મની પ્રકૃતિનો બંધ થતો હોવાથી તેની સવિગત સમજણ લેવી ખૂબ જરૂરી છે. આ માટે ચોથા પાંચમા
૩૪૦